° °

આજનું ઇ-પેપર
Sunday, 19 September, 2021


ગેટ વેલ સૂન બાબા

07 May, 2021 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સનરાઇઝર્સ હૈદરાબાદનો વિકેટકીપર-બૅટ્સમૅન વૃદ્ધિમાન સહાને કોરોના થતાં હાલમાં આઇસોલેશનમાં છે. તે જલદી સ્વસ્થ થઈ જાય એ માટે ચેહકો પ્રાર્થના કરી રહ્યા છે. 

વૃદ્ધિમાન સહા

વૃદ્ધિમાન સહા

સનરાઇઝર્સ હૈદરાબાદનો વિકેટકીપર-બૅટ્સમૅન વૃદ્ધિમાન સહાને કોરોના થતાં હાલમાં આઇસોલેશનમાં છે. તે જલદી સ્વસ્થ થઈ જાય એ માટે ચેહકો પ્રાર્થના કરી રહ્યા છે. 

સહાની પુત્રી અને તેનો પરિવાર વૃદ્ધિમાન માટે પ્રાર્થના કરી રહ્યો છે. તેની પુત્રી મિયાએ એક સરસમજાનું ડ્રૉઇંગ બનાવ્યું છે, જેમાં પપ્પાને સુપરમૅન બનાવ્યા છે અને તે કોરોના વાઇરસ સામે લડી રહ્યો છે. સાથે લખ્યું છે ગેટ વેલ સૂન બાબા. 

સહાને મળી રહેલી અઢળક શુભેચ્છાઓમાં આ તેમને માટે સૌથી મૂલ્યવાન હતી. સહાએ સોશ્યલ મીડિયામાં આ ડ્રૉઇંગ શૅર કર્યું હતું અને સાથે લખ્યું છે કે ‘અત્યારે આ જ મારી દુનિયા છે.’ મિયાએ તેની શુભેચ્છા મોકલી છે અને શુભચિંતકો તથા મેસેજ કરનારનો આભાર માન્યો છે. 
સહાની પુત્રીનું આ ડ્રૉઇંગ સોશ્યલ મીડિયામાં ભારે વાઇરસ થઈ રહ્યું છે. 

આ પહેલાં હૈદરાબાદના કૅપ્ટન ડેવિડ વૉર્નરને પુત્રીઓએ આ રીતે એક ડ્રૉઇંગ મોકલીને તેને આઇપીએલ બંધ થતાં સીધા ઘરે આવી જવાની વિનંતી કરી હતી.

07 May, 2021 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

હજી ૩૬ વર્ષનો જ છું, ઍશિઝમાં હું કૅપ્ટન્સી સંભાળવા સક્ષમ છું : ટિમ પેઇન

વિકેટકીપરે ગરદનમાં સર્જરી કરાવી : દોઢ મહિનો આરામ કરશે

18 September, 2021 01:46 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ક્રિકેટરો હોટેલમાં જ રહ્યા, પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ ન મળ્યો અને સિરીઝ રદ

ન્યુ ઝીલૅન્ડે પાકિસ્તાનમાં પ્રથમ વન-ડેની થોડી મિનિટો પહેલાં અચાનક અસલામતીના કારણસર ટૂર રદ કરી નાખી

18 September, 2021 01:41 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

આવતી કાલથી આઇપીએલનો નિર્ણાયક સેકન્ડ હાફ

દુબઈમાં મુંબઈ મેદાન મારશે કે ચેન્નઈનો ડંકો વાગશે?

18 September, 2021 01:16 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK