Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2021: CSK vs PBKS: પાવરપૅક પંજાબ સામે ધડાકો કરવા આતુર ધોનીના ધુરંધરો

IPL 2021: CSK vs PBKS: પાવરપૅક પંજાબ સામે ધડાકો કરવા આતુર ધોનીના ધુરંધરો

16 April, 2021 11:18 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વવાળી ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો લોકેશ રાહુલની પંજાબ કિંગ્સ સામે થવાનો છે.

દીપક હૂડા અને એમ.એસ.ધોની

દીપક હૂડા અને એમ.એસ.ધોની


ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વવાળી ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો લોકેશ રાહુલની પંજાબ કિંગ્સ સામે થવાનો છે. પંજાબ અને ચેન્નઈની આ ટુર્નામેન્ટની આ બીજી મૅચ છે. પંજાબ પહેલા મુકાબલામાં રાજસ્થાનને હરાવી ચૂ્ક્યું છે, જ્યારે ચેન્નઈએ દિલ્હીના હાથે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. એવામાં પંજાબ પોતાનો વિજયરથ આગળ વધારવાના લક્ષ્યથી મેદાનમાં ઊતરશે જ્યારે ચેન્નઈ જીતના શ્રીગણેશ કરવા કમર કસશે.

દમદાર પ્રદર્શન જરૂરી



દિલ્હી સામેની પહેલી મૅચમાં ચેન્નઈએ ૧૮૮ રન બનાવ્યા હતા અને ૧૮૯ના લક્ષ્યને દિલ્હીએ માત્ર ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. સુરેશ રૈના (૫૪), મોઇન અલી (૩૬), સૅમ કરૅન (૩૪), રવીન્દ્ર જાડેજા (૨૬) અને અંબાતી રાયુડુ (૨૩)ની ઇનિંગ્સને લીધે ચેન્નઈ સ્કોરબોર્ડ પર સારો સ્કોર નોંધાવી શક્યું હતૂં. જોકે તેમના ધુઆંધાર ગણાતા ખેલાડી ફૅફ ડુપ્લેસી, ઋતુરાજ ગાયકવાડ અને ખુદ કૅપ્ટન ધોની રન બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આજે પંજાબ સામે મોટો સ્કોર કરવા તેમણે શાનદાર ટીમવર્કનું ઉદાહરણ પૂરું પાડવું પડશે.


બોલિંગમાં સુધારો આવશ્યક

ચેન્નઈની ટીમનું બોલિંગ-પ્રદર્શન દિલ્હી સામેની મૅચમાં નબળું પુરવાર થયું હતું અને તેમણે પહેલી વિકેટ માટે ૧૩૮ રનની પાર્ટનરશિપ કરી હતી. આજે ઘાતક ઓપનિંગ પાર્ટનરશિપ ધરાવતી પંજાબને ઘૂંટણિયે પાડવા ચેન્નઈના બોલરોએ કમાલ કરી બતાવવી પડશે. દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, સૅમ કરૅન, જાડેજા અને મોઇન અલી પાસેથી ટીમને સારી એવી બોલિંગની આશા રહેશે.


મોટો સ્કોર ખડકશે પંજાબ?

લોકેશ રાહુલ અને મયંક અગરવાલની ઓપનિંગ જોડી આઇપીએલની સૌથી ઘાતક જોડી તરીકે જાણીતી છે. રાજસ્થાન સામેની મૅચમાં રાહુલે કરેલા ૯૧ રનની મદદથી ટીમે અત્યાર સુધીની આઇપીએલની ૧૪મી સીઝનનો સૌથી હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. ક્રિસ ગેઇલ અને દીપક હૂડાની ફટકાબાજી પણ ટીમને મોટો સ્કોર ઊભો કરવામાં મદદરૂપ થઈ શકે છે. 

પંજાબે ચેન્નઈને મહાત આપવા પોતાનો બેસ્ટ બોલિંગ પર્ફોર્મન્સ આપવો પડશે. રાજસ્થાન સામેની મૅચમાં ખાસ કરીને સંજુ સૅમસન સામે પંજાબના બોલરોએ ખાસ્સી મહેનત કરવી પડી હતી. મોહમ્મદ શમી ઉપરાંત યુવા ખેલાડી આર્શદીપ સિંહ, રિલે મેરેડીથ અને ઝ્‍યે રિચર્ડસન પાસેથી ટીમને સારા એવા પર્ફોર્મન્સની આશા હશે.

ચેન્નઈ સાવધાન : હૂડા હડકંપ મચાવી શકે
પંજાબ કિંગ્સના દીપક હૂડાએ સોમવારે વાનખેડે ગજાવ્યું હતું. તેણે રાજસ્થાન સામેના મુકાબલામાં ૬ સિક્સર અને ૪ ફોરની મદદથી ૨૮ બૉલમાં ૬૪ રન બનાવ્યા હતા. આજે ચેન્નઈની ટીમે હૂડા અને ગેઇલથી ખાસ ચેતવું પડશે.

Whatsapp-channel Whatsapp-channel

16 April, 2021 11:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK