° °

આજનું ઇ-પેપર
Wednesday, 12 May, 2021


જીત સાથે સીઝનની શરૂઆત કરવા ચેન્નઈમાં આજે વૉર્નર વર્સસ મૉર્ગન

11 April, 2021 12:54 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent

ગઈ સીઝનમાં બન્ને લીગમાં કલકત્તા સામે મળેલી હારનો બદલો લેવા હૈદરાબાદ આતુર

ઇયોન મૉર્ગન, ડેવિડ વોર્નર

ઇયોન મૉર્ગન, ડેવિડ વોર્નર

આજે આઇપીએલની ૧૪મી સીઝનના પ્રથમ સન-ડેએ ભારે અનપ્રેડિક્ટેબલ કલકત્તા નાઇટ રાઇડર્સ અને સાતત્યભર્યો પર્ફોર્મન્સ કરી રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો જામવાનો છે. આમ આ ભારતીય લીગમાં જીત સાથે શરૂઆત કરવા બન્ને ટીમના વિદેશી કૅપ્ટન જંગે ચડશે. 

ગઈ સીઝનમાં અસાતત્યભર્યા પર્ફોર્મન્સને લીધે કલકત્તા મૅનેજમેન્ટે સીઝનની અધવચ્ચે કૅપ્ટન દિનેશ કાર્તિકને હટાવીને ઇંગ્લૅન્ડના વર્લ્ડ કપ વિનર કૅપ્ટન ઇયોન મૉર્ગનને જવાબદારી સોંપી હતી. જોકે મૉર્ગનને ટીમમાં બૅલૅન્સ મેળવવા યોગ્ય સમય ન મળતાં ટીમના પર્ફોર્મન્સમાં ઝાઝો કોઈ ફરક નહોતો પડ્યો અને સતત બીજા વર્ષે પ્લે-ઑફથી વંચિત રહી ગઈ હતી. ૨૦૧૨ અને ૨૦૧૪નું ચૅમ્પિયન કલકત્તા આ વર્ષે શરૂઆતથી જ મૉર્ગન જેવા અનુભવી કૅપ્ટનના માર્ગદર્શનમાં જીત સાથે શરૂઆત કરીને ત્રીજી વાર ટ્રોફી કલકત્તા લઈ જવા ખૂબ આતુર હશે. જોકે આજે તેમનો મુકાબલો દર વર્ષે સાતત્યપૂર્ણ પર્ફોર્મ કરનાર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છે અને ચેન્નઈની પિચ પર હૈદરાબાદ જેવી મજૂબત ટીમને હરાવવી આસાન નહીં હોય.

રસેલ ફરી રોફ બતાવવા અધીરો

શુભમન ગિલ જેવો ટૉપ ક્લાસ ઓપનર કલકત્તા પાસે છે. તેને સાથ આપવા નીતીશ રાણા, રાહુલ ત્રિપાઠી અને દિનેશ કાર્તિક જેવા ભારતીય બૅટ્સમેનો પણ છે. ત્યાર બાદ કૅપ્ટન મૉર્ગન અને ઍન્દ્રે રસેલ ભલભલા બોલરોનાં છોતરાં કાઢી નાખવા માટે જાણીતો છે. ગઈ સીઝનમાં ટીમ મૅનેજમેન્ટ અને ચાહકોને નિરાશ કરનાર રસેલ આ વર્ષે ભારતમાં ફરી મેદાન ગજાવવા તત્પર હશે. ગઈ સીઝન રસેલે ૯ ઇનિંગ્સમાં માત્ર ૧૩ની ઍવરેજથી રન બનાવી શક્યો હતો. રસેલ સાથે સુનિલ નારાયણે પણ ગઈ સીઝનમાં નિરાશ કર્યા હતાં. 

કલકત્તાએ રસેલ-નારાયણ પર જ આધારિત રહેવાને બદલે બેસ્ટ ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસનને ફરી અમજમાવવો જોઈએ. શાકિબ બોલિંગ અને બૅટિંગ બન્ને વડે ટીમની વહારે આવી શકે છે. ૧૫ કરોડવાળો ઑસ્ટ્રેલિયન પેસબોલર પૅટ કમિન્સ પણ ટીમનો એક્સ-ફૅક્ટર બની શકે છે.

ભજ્જી પર હશે ફોકસ

૪૦ વર્ષનો હરભજન સિંહ ચેન્નઈની પિચ પર તેના બહોળા અનુભવને લીધે ટીમનો હુકમનો એક્કો બની શકે છે. ખેલાડી તરીકે મોટા ભાગે ભજ્જીની આ છેલ્લી સીઝન પણ બની રહેવાની હોવાથી તે દમદાર પર્ફોર્મન્સ સાથે વિદાય લેવાનું પસંદ કરશે..

ભુવીના આગમનથી ખુશ વૉર્નર

છેલ્લી કેટલીક સીઝનથી મુંબઈ બાદ જો કોઈ સાતત્યપૂર્ણ પર્ફોર્મ કરી રહ્યું હોય તો એ છે હૈદરાબાદ. હૈદરાબાદનો ટૉપ ઑર્ડર અને બોલર્સ કમાલના છે. ગઈ સીઝનમાં ઇન્જર્ડ થઈને આઉટ થઈ ગયેલો પેસ બોલર ભુવનેશ્વરકુમાર ફરી ટીમ સાથે જોડાઈ જતાં કૅપ્ટન વૉર્નર ભારે ખુશ છે. ભુવનેશ્વરકુમારે તાજેતરમાં તેની કમબૅક સિરીઝ ઇંગ્લૅન્ડ સામે પણ ટીમ ઇન્ડિયાને સિરીઝ જિતાડવામાં મહતત્ત્વનો રોલ ભજવ્યો હતો. ભુવનેશ્વર સાથે વર્લ્ડ નંબર વન બોલર રાશિદ ખાનની ચાર ઓવર દરેક હરીફ માટે માથાનો દુખાવો બની રહેતી હોય છે. ગઈ સીઝનની ખોજ અને ઇન્ટરનૅશનલ લેવલે કમાલ કરનાર યૉર્કર સ્પેશ્યલિસ્ટ ટી. નટરાજનને પણ ભૂલવો ન જોઈએ. અનુભવી ટી. નટરાજન આ વખતે બૅટ્સમેનોને પણ બહુ પરેશાન કરી શકે છે.

કૅપ્ટન ડેવિડ વોર્નર, જૉની બેરસ્ટૉ, કેન વિલિયમસન અને મનીષ પાન્ડે સાથે હૈદરાબાદની ટૉપ બૅટિંગલાઇન અનુભવી અને આક્રમક છે. જેસન રૉય પણ આવી જતાં વધુ દમદાર થઈ ગઈ છે. જોકે રૉય હજુ ગઈ કાલે જ ચેન્નઈ પહોંચ્યો હોવાથી બે-ત્રણ મૅચ સુધી ઉપલબ્ધ નહીં હોય. રિષભ પંતના પરાક્રમી પર્ફોર્મન્સને લીધે સાઇડમાં થઈ ગયેલો વિકેટકીપર-બૅટ્સમૅન વૃદ્ધિમાન સહા પણ તેનામાં હજી દમ છે એ દેખાડી દેવા માગતો હશે.

સામને-સામને

બન્ને ટીમ વચ્ચેના ૧૯ જંગમાં હૈદરાબાદની ૭ જીત સામે કલકત્તા ૧૨ જીત સાથે હાવી રહી  છે. ગઈ સીઝનમાં પણ બન્ને લીગ મૅચમાં કલકત્તાનો જ વિજય થયો હતો, જેમાં એક મૅચ ટાઈ થઈ હતી અને આખરે કલકત્તાએ એ જીતી લીધી હતી.

જેસન રૉય ચેન્નઈ પહોંચી ગયો

ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર મિચલ માર્શ આ સીઝનમાંથી પર્સનલ કારણસર ખસી જતાં હૈદરાબાદે ઇંગ્લૅન્ડના તડાકેબાજ ઓપનર જેસન રૉયનો ટીમમાં સમાવેશ કર્યો છે. રૉય ગઈ કાલે ચેન્નઈ પહોંચ્યો હતો. હૈદરાબાદે ‍રૉયને તેની બેઝ પ્રાઇ બેસ કરોડ રૂપિયામાં લીધો છે. રૉયના આગમન સાથે હૈદરાબાદના બધા ખેલાડીઓ ટીમ સાથે જોડાઈ ગયા હતા. જો કોરોના પ્રોટોકોલ પ્રમાણે રૉયને ૭ દિવસ ક્વૉરન્ટીન થવું પડશે તો આજની મૅચ સહિત બે-ત્રણ મૅચ તે ગુમાવશે.

6.24 - આઇપીએલમાં સૌથી કંજૂસ બોલર એટલે સૌથી ઓછા રન આપવામાં હૈદરાબાદનો રાશિદ ખાન આટલી ઇકૉનૉમી રેટ સાથે ટૉપ પર છે.

1249 - આઇપીએલમાં સૌથી વધુ આટલા ડૉટબૉલ હરભજન સિંહે નાખ્યા છે. આજે તેને આ રેકૉર્ડ વધુ મજબૂત કરવાનો મોકો છે.

11 April, 2021 12:54 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા મુંબઈમાં પ્લેયરોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવવો જરુરીઃBCCI

ભારતીય ટીમ ઇંગ્લેન્ડ પહોચીને પણ ૧૦ દિવસ ક્વૉરન્ટીનમાં રહેશે

11 May, 2021 05:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

બાબર અને હીલી બન્યાં આઇસીસી પ્લેયર ઑફ ધ મન્થ

પાકિસ્તાનની ટીમનો કૅપ્ટન બાબર આઝમ અને ઑસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમની વિકેટકીપર એલીસા હીલીને એપ્રિલમાં તેમના શાનદાર પ્રદર્શન બદલ આઇસીસી પ્લેયર ઑફ ધ મન્થ જાહેર કરાયાં છે.

11 May, 2021 03:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

યુએઈમાં નહીં રમાય પીએસએલ

કોરોનાને કારણે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) મોકૂફ રાખવામાં આવી હતી. ત્યાર બાદ એ યુએઈમાં આયોજિત કરવાની ચર્ચા શરૂ થઈ હતી.

11 May, 2021 02:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK