° °

આજનું ઇ-પેપર
Thursday, 13 May, 2021


CSK vs DC: ગુરુ સામે ચેલાની જીત, દિલ્હીનો 7 વિકેટે વિજય

10 April, 2021 11:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

પૃથ્વી શો અને શિખર ધવનની પાર્ટનરશીપે દિલ્હીને અપાવી જીત, ધોનીના ફેન્સ નિરાશ

દિલ્હી કૅપિટલ્સનો કૅપ્ટન રિષભ પંત પ્રેકટિસ સેશન દરમ્યાન (ડાબે), ચેન્નઈ સુપર કિંગ્સનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની

દિલ્હી કૅપિટલ્સનો કૅપ્ટન રિષભ પંત પ્રેકટિસ સેશન દરમ્યાન (ડાબે), ચેન્નઈ સુપર કિંગ્સનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝનની બીજી મેચ આજે ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) દિલ્હી કૅપિટલ્સ (Delhi Capitals) વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં યોજાઈ હતી. મેચમાં ચોક્કા-છક્કાનો જબરજસ્ત વરસાદ જોવા મળ્યો હતો. દિલ્હી કૅપિટલ્સએ ટૉસ અને મેચ બન્ને જીતીને ફેન્સના દિલ પણ જીતી લીધા.

દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન રિષભ પંતે ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. ચેન્નઈની શરૂઆત બહુ ખરાબ રહી હતી. ટીમે પાવરપ્લે એટલે કે પ્રથમ 6 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 33 રન જ કર્યા હતા. ચેન્નઈએ 20 ઓવરમાં 7 વિકેટે 188 રન કર્યા હતા. ચેન્નઈ માટે સુરેશ રૈનાએ લીગમાં પોતાની 39મી ફિફટી ફટકારતાં 36 બોલમાં 3 ફોર અને 4 સિક્સની મદદથી 54 રન કર્યા હતા.. જ્યારે મોઇન અલીએ 36 અને સેમ કરને 34* રનનું યોગદાન આપ્યું હતું. કૅપ્ટન એમએસ ધોની લીગમાં ચોથીવાર શૂન્ય રને આઉટ થયો હતો. જોકે, ચેન્નઈની હારથી અને ટીમનો સ્કીપર 0 પર આઉટ થતા ધોનીના ફેન્સ નિરાશ થયા છે. દિલ્હી માટે આવેશ ખાન અને ક્રિસ વોક્સે 2-2 વિકેટ, જ્યારે રવિચંદ્રન અશ્વિન અને ટોમ કરને 1-1 વિકેટ લીધી હતી. 189 રનનો પીછો કરતા દિલ્હીએ 18.4 ઓવરમાં 8 વિકેટથી જીત મેળવી હતી.

સુરેશ રૈનાએ લીગમાં પોતાની 39મી હાફ સેન્ચુરી ફટકારતાં 36 બોલમાં 3 ફોર અને 4 સિક્સની મદદથી 54 રન કર્યા હતા. આ સાથે જ તેણે સૌથી વધુ હાફ સેન્ચુરી મારવાના મામલે રોહિત શર્મા અને વિરાટ કોહલીની બરાબરી કરી છે. કોહલી અને રોહિતે પણ 39-39 હાફ સેન્ચુરી મારી છે. ત્રણેય સંયુક્તપણે ત્રીજા સ્થાને છે. જયારે ડેવિડ વોર્નર 48 હાફ સેન્ચુરી સાથે પ્રથમ અને શિખર ધવન 41 હાફ સેન્ચુરી સાથે બીજા સ્થાને છે.

189 રનનો પીછો કરતા દિલ્હીની ટીમે 18.4 ઓવરમાં 8 વિકેટથી જીત મેળવી હતી. જેમાં શિખર ધવને 54 બોલમાં 10 ફોર અને 2 સિક્સની મદદથી 85 રન બનાવ્યા હતા. પૃથ્વી શોએ લીગમાં પોતાની સાતમી હાફ સેન્ચુરી ફટકારતાં 38 બોલમાં 9 ફોર અને 3 સિક્સની મદદથી 78 રન બનાવ્યા હતા. તેણે અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે 138 રનની પાર્ટનરશીપ કરી હતી. રિષભ પંતે 15* રન કર્યા હતા. ચેન્નઈ માટે શાર્દુલ ઠાકુરે 2 વિકેટ અને ડ્વેન બ્રાવોએ 1 વિકેટ લીધી હતી.

આજની મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની પ્લેઈંગ 11માં ઋતુરાજ ગાયકવાડ, અંબાતી રાયુડુ, ફાફ ડુ પ્લેસીસ, સુરેશ રૈના, એમ.એસ. ધોની (કૅપ્ટન/વિકેટકીપર), મોઇન અલી, સેમ કરન, રવીન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર અને દિપક ચહરનો સમાવેશ હતો.

જયારે દિલ્હી કૅપિટલ્સની પ્લેઈંગ 11માં પૃથ્વી શો, શિખર ધવન, અજિંક્ય રહાણે, રિષભ પંત (કૅપ્ટન/વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, શિમરોન હેટમાયર, ક્રિસ વોક્સ, રવિચંદ્રન અશ્વિન, ટોમ કરન, અમિત મિશ્રા અને આવેશ ખાનનો સમાવેશ હતો.

10 April, 2021 11:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

યુઝવેન્દ્ર ચહલના માતા-પિતાને લાગ્યું કોરોનાનું સંક્રમણ, પત્નીએ આપી માહિતી

ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને જણાવ્યું કે પરિવાર અત્યારે કેવી મુશ્કેલીઓનો સામાનો કરી રહ્યો છે

13 May, 2021 05:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

ઇંગ્લૅન્ડમાં નેટ-પ્રૅક્ટિસ દરમ્યાન હાર્ટ-અટૅકથી ખેલાડીનું થયું મોત

ઇંગ્લૅન્ડના નૉટિંગહમશર તરફથી રમતા ક્રિકેટર જોશુઆ ડાઉનીનું અવસાન થયું છે. ૨૪ વર્ષની ઉંમરના આ ખેલાડીને નેટ-પ્રૅક્ટિસ દરમ્યાન હાર્ટ-અટૅક આવ્યો હતો.

13 May, 2021 03:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

દ્રવિડે ઑસ્ટ્રેલિયા પાસેથી શીખીને તૈયાર કરી પ્રતિભા‍વાન ખેલાડીઓની ફોજ : ચૅપલ

ઑસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડી ગ્રેગ ચૅપલના મતે પ્રતિભાવાન ખેલાડીઓને કેવી રીતે શોધવા એ ઑસ્ટ્રેલિયા પાસેથી શીખીને રાહુલ દ્રવિડે ઑસ્ટ્રેલિયા કરતાં પણ સારી પદ્ધતિ ભારતમાં શરૂ કરી.

13 May, 2021 03:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK