Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મૅક્સવેલ-મૅજિક અપાવી શકશે બૅન્ગલોરને આઇપીએલ ટ્રોફી?

મૅક્સવેલ-મૅજિક અપાવી શકશે બૅન્ગલોરને આઇપીએલ ટ્રોફી?

06 April, 2021 01:42 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑલરાઉન્ડર ઉપરાંત ન્યુ ઝીલૅન્ડના ઇનફૉર્મ જેમિસનના આગમન બાદ વિરાટના ધુરંધરો ટુર્નામેન્ટમાં પ્રથમ વાર ચૅમ્પિયન બનવા થનગની રહ્યા છે

ગ્લેન મૅક્સવેલ

ગ્લેન મૅક્સવેલ


વિરાટ કોહલીના નેતૃત્વવાળી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર અત્યારે ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ અને ન્યુ ઝીલૅન્ડના પેસર કાયલ જેમિસનના સમાવેશ સાથે વધુ બૅલૅન્સ લાગી રહી છે. આઇપીએલના ૧૩ વર્ષના ઇતિહાસમાં બૅન્ગલોર એક પણ વાર આઇપીએલનું ટાઇટલ જીતી નથી શક્યું.

ઇન્જરી, ટીમમાં સમતોલપણાની સમસ્યા તથા વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ પર વધુ પડતા મદારને લીધે ગઈ સીઝનમાં સૉલિડ શરૂઆત છતાં બૅન્ગલોર ફરી એક વાર આઇપીએલ ટ્રોફીથી વંચિત રહી ગયું હતું.



બૅન્ગલોરે મિની ઑક્શન પહેલાં ૧૦ ખેલાડીઓને છૂટા કરીને બૅટિંગ અને પેસ અટૅક મજબૂત કરવાની સ્ટ્રૅટેજી સાથે ખરીદી કરી હતી. બૅન્ગલોરનો પહેલો મુકાબલો મુંબઈ સામે ૯મી એપ્રિલે થશે.


ટીમની તાકાત

રન-મશીન કૅપ્ટન વિરાટ કોહલીનો ટુર્નામેન્ટમાં ઓપનર તરીકે શાનદાર રેકૉર્ડ છે અને તે જ ઓપનિંગ કરશે એવી જાહેરાત કરી દીધી છે. કોહલીના ઓપનર પાર્ટનર દેવદત્ત પડિક્કલે ગયા વર્ષે તેની પ્રથમ સીઝનમાં ખૂબ વાહવાહી મેળવી હતી અને અત્યારે તે શાનદાર ફૉર્મમાં પણ છે. ઉપરાંત નવો સમાવેશ કરાયેલો મોહમ્મદ અઝહરુદ્દીને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ૧૯૪.૫૪ના સ્ટ્રાઇક-રેટ સાથે ધમાલ મચાવી હતી અને ન્યુ ઝીલૅન્ડનો ફિન એલન પણ ટૉપ ઑર્ડર માટે આક્રમક વિકલ્પ મોજૂદ છે. એ. બી. ડિવિલિયર્સ, ગ્લેન મૅક્સવેલ સાથે ટીમનો મિડલ ઑર્ડર પ્રથમ વાર ખૂબ જ મજબૂત જણાઈ રહ્યો છે. સચિન બેબી અને વૉશિંગ્ટન સુંદર જરૂર પડ્યે ફિનિશિંગ ટચ આપવા સક્ષમ છે.


બૅન્ગલોર આ વખતે મોટા ભાગની મૅચો ચેન્નઈ અને અમદાવાદમાં સ્પિન-ફ્રેન્ડ્લી પિચો પર રમાવાની હોવાથી યુઝવેન્દ્ર ચહલ, વૉશિંગ્ટન સુંદર અને ઍડમ ઝમ્પા તરખાટ મચાવી શકે છે અને જરૂર પડ્યે મૅક્સવેલ પણ મોજૂદ જ છે.

કમજોર કડી

બૅન્ગલોરનો પેસ-અટૅક નવદીપ સૈની અને મોહમ્મદ સિરાજના ખભા પર છે અને બન્ને વાઇટ-બૉલ ક્રિકેટમાં હજી અનુભવી નથી જે તેમને નડી શકે છે. જેમિસન ટી૨૦ ક્રિકેટમાં સ્ટ્રગલ કરી રહ્યો છે અને ભારતીય પિચો પર રમવાનો અનુભવ તેને નથી. હર્ષલ પટેલ ઉપરાંત ઑસ્ટ્રેલિયન ત્રિપૂટી ડૅનિયલ ક્રિસ્ટિયન, ડૅનિયલ સૅમ્સ અને કેન રિચર્ડસન છે.

કોણ મારશે મૌકે પે ચૌકા?

બૅન્ગલોર ટીમમાં સામેલ બિગ હિટરોની ભરમાર તેમનો મોટો ટાર્ગેટ સેટ કરવામાં કે ચેઝ કરવામાં ઉપયોગી થઈ શકે છે. છેલ્લી સીઝનમાં નામોશીભર્યા ફ્લૉપ શોને ભુલાવી દેવાનો મૅક્સવેલ માટે આ સૌથી મોટો મોકો છે. મોહમ્મદ અઝહરુદ્દીન અને સચિન બેબીને તેનું ડોમેસ્ટિક ફૉર્મ જાળવી રાખીને નૅશનલ ટીમમાં દરવાજા ખખડાવવાનો આ ગોલ્ડન ચાન્સ છે.

તારણહાર જ ડુબાડી શકે

બૅન્ગલોર આ સીઝનમાં મૅક્સવેલ પર ખૂબ દારોમદાર રાખી રહ્યું છે. જો તે ફલૉપ રહ્યો તો ટીમનો ગેમ-પ્લાન ઊભા માથે પટકાઈ શકે છે. ટીમના ભારતીય બૅટ્સમેનો જો જલવો નહીં બતાવે તો બૅન્ગલોરે ફરી ખાલી હાથે સીઝનમાંથી વિદાય લેવી પડશે.

બૅન્ગલોરની સ્ક્વૉડ

વિરાટ કોહલી (કૅપ્ટન), ડિવિલિયર્સ, પડિક્કલ, ચહલ, મોહમ્મદ સિરાજ, કેન રિચર્ડસન, વૉશિંગ્ટન સુંદર, પવન દેશપાંડે, ફિન એલન, શાહબાઝ અહમદ, નવદીપ સૈની, ઍડમ ઝમ્પા, કાયલ જેમિસન, ગ્લેન મૅક્સવેલ, રજત પાટીદાર, સચિન બેબી, મોહમ્મદ અઝહરુદ્દીન, ડૅનિયલ ક્રિસ્ટિયન, કે. એસ. ભરત, સુયશ પ્રભુદેસાઈ, ડૅનિયલ સૅમ્સ, હર્ષલ પટેલ.

 

Whatsapp-channel Whatsapp-channel

06 April, 2021 01:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK