Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુંબઈ જ ફરી ચૅમ્પિયન બની શકે છે: માઇકલ વૉન

મુંબઈ જ ફરી ચૅમ્પિયન બની શકે છે: માઇકલ વૉન

08 April, 2021 11:42 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈને ટક્કર આપી શકે તો એ છે દિલ્હી: આકાશ ચોપડા

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


આવતી કાલથી શરૂ થઈ રહેલી આઇપીએલની ૧૪મી સીઝન માટે ક્રિકેટ પંડિતો અને ભૂતપૂર્વ ક્રિકેટરોએ કોઈ બનશે ચૅમ્પિયન વિશે પોતાની ભવિષ્યવાળી કરવાનું શરૂ કરી દીધું છે. ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉને ટ્વીટ કર્યું હતું કે પાંચ વખતની ચૅમ્પિયન મુંબઈની પલટન જ ફરી બાજી મારી જશે. જો મુંબઈના મહારથી ફોર્મમાં નહીં હોય તો ડેવિડ વૉર્નરની નેતૃત્વવાળી સનરાઇઝર્સ હૈદરાબાદ આ વખતે ટ્રોફી જીતી શકે છે.

આઇપીએલમાં આ વખતે પણ મુંબઈ ઇન્ડિયન્સ ખૂબ જ મજબુત દેખાઈ રહી છે. રોહિત શર્માના રૂપમાં એક બેમિસાલ કૅપ્ટન ઉપરાંત ટીમમાં એકથી એક ધૂરંધર ખેલાડીઓ છે, એકલે હાથે બાજી પલટી શકે છે.



 


મુંબઈને ટક્કર આપી શકે તો એ છે દિલ્હી: આકાશ ચોપડા

મુંબઈ ઇન્ડિયન્સ ફરી ચૅમ્પિયન્સ બનશે એવું લગભગ બધા અત્યારે માની રહ્યા છે. ભૂતપૂર્વ ક્રિકેટર અને હવે કૉમેન્ટેટર આકાશ ચોપડા પણ મુંબઈને એક મજબૂત ટીમ ગણે છે, પણ કહે છે કે આ સીઝનમાં જો કોઈ મુંબઈને ટક્કર આવી શકે એમ હોય તો એ છે દિલ્હી.


રેગ્યુલર કૅપ્ટન શ્રેયસ ઐયરની ગેરહાજરીમાં દિલ્હી વિશે આકાશ ચોપડા કહે છે કે ‘દિલ્હી ટીમ ખૂબ મજબૂત છે અને એ મારી ફેવરિટ ટીમ છે.

આઇપીએલ ૨૦૨૧માં જો મુંબઈને કોઈ ટક્કર આપી શકે એમ હોય તો એ દિલ્હી જ છે. દિલ્હીમાં શિખર ધવન, રિષભ પંત, પૃથ્વી શૉ, અજિંક્ય રહાણે, રવિચન્દ્રન અશ્વિન, અક્ષર પટેલ, ઉમેશ યાદવ જેવા ખેલાડીઓ ઉપરાંત અમિત મિશ્રા જેવો અનુભવી સ્પિનર પણ ટીમમાં છે.’

Whatsapp-channel Whatsapp-channel

08 April, 2021 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK