૧૦માંથી નવ કૅપ્ટનની ઉંમર ૩૧ વર્ષ કે એથી ઓછી અને સૅલેરી ૧૦ કરોડ રૂપિયાથી વધારે: કોઈ પણ કૅપ્ટન પોતાના રાજ્યની ફ્રૅન્ચાઇઝીનું નેતૃત્વ નથી કરી રહ્યો, માત્ર એક કૅપ્ટન વિદેશી
ગઈ કાલે કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં પ્રૅક્ટિસ દરમ્યાન કોલકાતા નાઇટ રાઇડર્સનો કૅપ્ટન અજિંક્ય રહાણે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ ૧૦ ફ્રૅન્ચાઇઝીએ પોતાના કૅપ્ટન નક્કી કરી લીધા છે, જેમની કેટલીક રસપ્રદ માહિતી સામે આવી છે. આ વખતે ઑસ્ટ્રેલિયાનો પૅટ કમિન્સ એકમાત્ર વિદેશી કૅપ્ટન છે. ૨૦૧૯ની સીઝન બાદ આ પહેલી ઘટના છે કે ૧૦માંથી નવ ટીમના કૅપ્ટન ભારતીય છે. આ નવ ટીમના કૅપ્ટન્સમાંથી કોઈ પણ પોતાના રાજ્યની ફ્રૅન્ચાઇઝીનું નેતૃત્વ નથી કરી રહ્યો. આ વખતે ૧૦માંથી પાંચ ટીમે પોતાનો નવો કૅપ્ટન નિયુક્ત કર્યો છે. માત્ર રાજસ્થાન રૉયલ્સે સંજુ સૅમસનને સળંગ પાંચમી સીઝનમાં કૅપ્ટન તરીકે જાળવી રાખ્યો છે.
આ ૧૦ કૅપ્ટન્સમાંથી લખનઉનો રિષભ પંત સૌથી મોંઘા પ્લેયરની સાથે સૌથી મોંઘો કૅપ્ટન પણ બન્યો છે. જ્યારે કલકત્તાનો કૅપ્ટન અજિંક્ય રાહણે સૌથી ઓછી કિંમતવાળો કૅપ્ટન છે. મહત્ત્વની વાત એ છે કે તમામ કૅપ્ટન્સમાંથી માત્ર તેને જ ૧૦ કરોડથી ઓછી કિંમત મળી રહી છે. મહારાષ્ટ્રમાં જન્મેલો અજિંક્ય ૩૬ વર્ષની ઉંમર સાથે આ સીઝનનો ઓલડેસ્ટ કૅપ્ટન પણ છે. તમામ કૅપ્ટન્સમાં માત્ર તેની ઉંમર ૩૧ વર્ષથી વધારે છે. ગુજરાતનો શુભમન ગિલ પચીસ વર્ષની ઉંમર સાથે સૌથી યંગેસ્ટ કૅપ્ટન છે.
ADVERTISEMENT
પંજાબનો કૅપ્ટન શ્રેયસ ઐયર તમામ કૅપ્ટન્સ વચ્ચે સૌથી વધુ IPL મૅચમાં કૅપ્ટન્સી કરવાનો અનુભવ ધરાવે છે, જ્યારે બૅન્ગલોરનો રજત પાટીદાર પહેલી વાર કૅપ્ટન્સી કરતો જોવા મળશે.
લખનઉ સુપર જાયન્ટ્સ - રિષભ પંત (૨૭ કરોડ)
ઉંમર - ૨૭ વર્ષ ૧૬૩ દિવસ
કૅપ્ટન્સી - ૪૩ મૅચ
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ - રજત પાટીદાર (૧૧ કરોડ)
ઉંમર - ૩૧ વર્ષ ૨૮૮ દિવસ
કૅપ્ટન્સી - ૦૦
પંજાબ કિંગ્સ - શ્રેયસ ઐયર (૨૬.૭૫ કરોડ)
ઉંમર - ૩૦ વર્ષ ૧૦૦ દિવસ
કૅપ્ટન્સી - ૭૦ મૅચ
દિલ્હી કૅપિટલ્સ - અક્ષર પટેલ (૧૬.૫૦ કરોડ)
ઉંમર - ૩૧ વર્ષ ૫૫ દિવસ
કૅપ્ટન્સી - ૦૧
સનરાઇઝર્સ હૈદરાબાદ - પૅટ કમિન્સ (૧૮ કરોડ)
ઉંમર - ૩૧ વર્ષ ૩૧૨ દિવસ
કૅપ્ટન્સી - ૧૬ મૅચ
ચેન્નઈ સુપર કિંગ્સ - રુતુરાજ ગાયકવાડ (૧૮ કરોડ)
ઉંમર - ૨૮ વર્ષ ૪૪ દિવસ
કૅપ્ટન્સી - ૧૪ મૅચ
કોલકાતા નાઇટ રાઇડર્સ - અજિંક્ય રહાણે (૧.૫ કરોડ)
ઉંમર - ૩૬ વર્ષ ૨૮૩ દિવસ
કૅપ્ટન્સી - ૨૫ મૅચ
મુંબઈ ઇન્ડિયન્સ - હાર્દિક પંડ્યા (૧૬.૩૫ કરોડ)
ઉંમર - ૩૧ વર્ષ ૧૫૬ દિવસ
કૅપ્ટન્સી - ૪૫ મૅચ
રાજસ્થાન રૉયલ્સ -
સંજુ સૅમસન (૧૮ કરોડ)
ઉંમર - ૩૦ વર્ષ ૧૨૫ દિવસ
કૅપ્ટન્સી - ૬૧ મૅચ
ગુજરાત ટાઇટન્સ - શુભમન ગિલ (૧૬.૫૦ કરોડ)
ઉંમર - ૨૫ વર્ષ ૧૮૯ દિવસ
કૅપ્ટન્સી - ૧૩ મૅચ

