° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


ઇંગ્લૅન્ડ સામેની આ સિરીઝ ઝુલુ દીને સમર્પિત : મંધાના

20 September, 2022 12:16 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૯૧ રને આઉટ થનાર ઓપનરને સેન્ચુરી ચૂક્યાનો અફસોસ છે, પણ ટીમની જીત બદલ બેહદ ખુશી પણ છે

ઝુલન ગોસ્વામી અને સ્મૃતિ મંધાના India Women vs England Women 1st ODI

ઝુલન ગોસ્વામી અને સ્મૃતિ મંધાના

રવિવારે હોવમાં ઇંગ્લૅન્ડની મહિલા ટીમ સામેની સિરીઝની પહેલી વન-ડેમાં મૅચ-વિનિંગ પર્ફોર્મ કરીને ભારતને ૧-૦ની સરસાઈ અપાવનાર ઓપનર સ્મૃતિ મંધાના (૯૧ રન, ૯૯ બૉલ, એક સિક્સર, દસ ફોર)એ મૅચ પછી કહ્યું કે ‘અમે ટીમની તમામ ખેલાડીઓ શાનદાર કરીઅર દરમ્યાન અદ્ભુત બોલિંગ કરનાર ઝુલુ દી (ઝુલન ગોસ્વામી)ને યાદગાર ફેરવેલ આપવા મક્કમ છીએ.’
મહિલા ક્રિકેટની પેસ બોલિંગ લેજન્ડ ૩૯ વર્ષની ઝુલન ગોસ્વામીની ૨૦ વર્ષની અવિસ્મરણીય આંતરરાષ્ટ્રીય કારકિર્દીની આ ફેરવેલ સિરીઝ છે. ત્રણ મૅચની આ વન-ડે શ્રેણીના અંતે તે રિટાયર થશે. તેણે ૧૨ ટેસ્ટમાં ૪૪ વિકેટ, ૨૦૨ વન-ડેમાં ૨૫૩ વિકેટ અને ૬૮ ટી૨૦માં ૫૬ વિકેટ લીધી છે.

રવિવારની મૅચમાં ઝુલને બ્રિટિશ ઓપનર ટૅમી બ્યુમોન્ટ (૭ રન)ની મહત્ત્વની વિકેટ લીધી હતી. તેના ૪૨ ડૉટ-બૉલને લીધે યજમાન ટીમ ૫૦ ઓવરમાં ૭ વિકેટે માત્ર ૨૨૭ રન બનાવી શકી હતી. દીપ્તિ શર્માએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી. ભારતે મંધાનાના ૯૧ રન ઉપરાંત યાસ્તિકા ભાટિયા (૫૦ રન, ૪૭ બૉલ, એક સિક્સર, આઠ ફોર) અને કૅપ્ટન હરમનપ્રીત કૌર (૭૪ અણનમ, ૯૪ બૉલ, એક સિક્સર, સાત ફોર)ની ઇનિંગ્સની મદદથી ૪૪.૨ ઓવરમાં ૩ વિકેટે ૨૩૨ રન બનાવીને વિજય મેળવ્યો હતો. પ્લેયર ઑફ ધ મૅચ મંધાનાએ મૅચ પછી કહ્યું હતું કે ‘હું ૯ રન માટે સેન્ચુરી ચૂકી ગઈ એનો મને ખૂબ અફસોસ છે. મારે છેક સુધી નૉટઆઉટ રહેવું જોઈતું હતું.’ મંધાના અગાઉ વન-ડે ક્રિકેટમાં પાંચ સદી ફટકારી ચૂકી છે.

20 September, 2022 12:16 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

કૅપ્ટન રહાણેએ યશસ્વીને મેદાન પરથી કાઢી મૂક્યો : જોકે વેસ્ટ ઝોન ચૅમ્પિયન

વિવાદમાં સપડાયેલા ડબલ સેન્ચુરિયન જૈસવાલને છેવટે મળ્યો મૅન ઑફ ધ ફાઇનલનો અવૉર્ડ

26 September, 2022 03:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

News In Short: કુલદીપ યાદવની હૅટ-ટ્રિક, ઇન્ડિયા ‘એ’ સિરીઝ જીત્યું

કુલદીપ યાદવની હૅટ-ટ્રિક સહિતની કુલ ચાર વિકેટને કારણે વિદેશી ટીમ ૨૧૯ રન બનાવી શકી હતી

26 September, 2022 02:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

‘ડૉટર્સ ડે’ નિમિત્તે પુત્રી સારાને સચિનની હૃદયસ્પર્શી શુભેચ્છા

સારા બે ક્યુટ પેટ ડૉગ સાથે બેઠી હતી અને ડૅડી સાથે પરિવારમાં માણેલી ઘણી મીઠી વાતોને યાદ કરી હતી.

26 September, 2022 02:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK