Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અક્ષર છેલ્લી મૅચનો, અર્શદીપ સિરીઝનો હીરો

અક્ષર છેલ્લી મૅચનો, અર્શદીપ સિરીઝનો હીરો

09 August, 2022 03:35 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતની મેન્સ ક્રિકેટ ટીમે રવિવારે ફ્લોરિડામાં વેસ્ટ ઇન્ડીઝને ૮૮ રનથી હરાવીને ટી૨૦ સિરીઝ ૪-૧થી જીતી લીધી હતી

સંજુ સૅમ્સન અને અક્ષર પટેલ WI vs IND

સંજુ સૅમ્સન અને અક્ષર પટેલ


ભારતની મેન્સ ક્રિકેટ ટીમે રવિવારે ફ્લોરિડામાં વેસ્ટ ઇન્ડીઝને ૮૮ રનથી હરાવીને ટી૨૦ સિરીઝ ૪-૧થી જીતી લીધી હતી. કૅરિબિયન ઇનિંગ્સમાં કૅપ્ટન હાર્દિક પંડ્યા પાસેથી પહેલી જ ઓવર કરવાની જવાબદારી મેળવનાર સ્પિનર અક્ષર પટેલ (૩-૧-૧૫-૩)ને મૅન ઑફ ધ મૅચનો અને સિરીઝમાં ૭ વિકેટ લેવાની સાથે સૌથી અસરદાર પર્ફોર્મ કરનાર પેસ બોલર અર્શદીપ સિંહને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો.

ભારતે શ્રેયસના ૬૪, હૂડાના ૩૮ અને હાર્દિકના ૨૮ રનની મદદથી ૭ વિકેટે ૧૮૮ રન બનાવ્યા હતા. ઑડિયન સ્મિથે ત્રણ વિકેટ લીધી હતી. કૅરિબિયન ટીમ શિમરૉન હેટમાયરના ૫૬ રન છતાં માત્ર ૧૦૦ રનમાં આઉટ થઈ ગઈ હતી. અક્ષરની શરૂઆતની જ ત્રણ વિકેટને લીધે કૅરિબિયન ટીમની હાર ત્યાં જ લખાઈ ગઈ હતી. તેના ઉપરાંત રવિ બિશ્નોઈએ ૧૬ રનમાં ચાર, કુલદીપ યાદવે ૧૨ રનમાં ત્રણ વિકેટ લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2022 03:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK