સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાંથી રોહિત, પંત, રાહુલ, બુમરાહને અપાશે આરામ

શિખર ધવન, હાર્દિક પંડ્યા
૨૯ મેએ આઇપીએલની ફાઇનલ રમાયા બાદ ૯ જૂને ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે પાંચ મૅચની જે ટી૨૦ સિરીઝ શરૂ થવાની છે એ માટેની ટીમમાંથી રોહિત શર્મા, રિષભ પંત, કે. એલ. રાહુલ અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવશે એની પાકી શક્યતા છે. એ જોતાં શિખર ધવન અથવા આઇપીએલની ગુજરાત ટાઇટન્સ ટીમના સફળ સુકાની હાર્દિક પંડ્યાને ટીમ ઇન્ડિયાનું સુકાન સોંપવામાં આવે તો નવાઈ નહીં લાગે.
આઉટ-ઑફ-ફૉર્મ વિરાટ કોહલીને પણ આઇપીએલ બાદ થોડા દિવસ આરામ અપાશે એવી સંભાવના છે.
સાઉથ આફ્રિકા સામેના મુકાબલા બાદ આયરલૅન્ડ સામે પણ બે ટી૨૦ રમાવાની છે. રોહિત, પંત, રાહુલ, બુમરાહને જૂનમાં ઇંગ્લૅન્ડમાં રમાનારી બાકી રહેલી એકમાત્ર ટેસ્ટ માટે ફિટ રાખવા આ નિર્ણય લેવાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.