Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતની વાપસીના પ્રયાસમાં પંતની કૅપ્ટન્સીની થશે પરીક્ષા

ભારતની વાપસીના પ્રયાસમાં પંતની કૅપ્ટન્સીની થશે પરીક્ષા

12 June, 2022 11:23 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કટકમાં આજે સાઉથ આફ્રિકા સામેની ટી૨૦ સિરીઝની બીજી મૅચ : ઉમરાનને ડેબ્યુ કરશે? : મૅચનો સમય - સાંજે ૭.૦૦ વાગ્યાથી

રિષભ પંત

IND vs SA

રિષભ પંત


ભારતીય કૅપ્ટન રિષભ પંત આજે પાંચ મૅચની સિરીઝની બીજી ટી૨૦ આંતરરાષ્ટ્રીય મૅચમાં શાનદાર પ્રદર્શન કરનાર સાઉથ આફ્રિકા સામે વાપસીના પ્રયાસમાં ભારતીય બોલરો પાસે શાનદાર પ્રદર્શનની આશા રાખશે. અચાનક કૅપ્ટન્સીની જવાબદારી મળ્યા બાદ પંતને પહેલી જ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેમાં ડેવિડ મિલર અને રૅસી વૅન ડર ડુસેને ૨૧૨ રનના લક્ષ્યાંકને આરામથી આંબી લઈ સિરીઝમાં ૧-૦ થી લીડ મેળવી હતી. વિકેટકીપર માટે આઇપીએલ સારી રહી નહોતી, જેમાં તે પોતાની ફ્રૅન્ચાઇઝી દિલ્હી કૅપિટલને પ્લે-ઑફમાં પહોંચાડી શક્યો નહોતો. ભવિષ્યમાં વન-ડેના કૅપ્ટન તરીકે ઊભરી આવનારા પંતના દાવેદારીનો ગ્રાફ આઇપીએલ બાદ અચાનક નીચે આવી ગયો છે. આ સાથે જ હાર્દિક પંડ્યાએ કૅપ્ટન્સીમાં સારું પ્રદર્શન કર્યું છે. પોતાની કૅપ્ટન્સીમાં કમાલ દેખાડીને ગુજરાતને પહેલી જ સીઝનમાં ટાઇટલ જિતાડી આપ્યું છે. 

પંત દેખાયો દબાણમાં
સંપૂર્ણપણે ફિટ થઈને ફાસ્ટ બોલર ઑલરાઉન્ડર તરીકે વાપસી કરનાર હાર્દિક પંડ્યાએ પોતાની કૅપ્ટન્સી ઉપરાંત ફૉર્મથી પણ પ્રભાવિત કર્યા છે, જેને જોતાં મર્યાદિત ઓવર્સમાં કૅપ્ટન તરીકે પંડ્યાનું નામ આગળ વધી રહ્યું છે, તો પંતની આ મામલે સમીક્ષા કરવામાં આવશે. પંતની કૅપ્ટન્સીને લઈને હાલમાં કંઈ પણ કહેવું ઉતા‍વળિયું ગણાશે, પરંતુ એની 
બૉડી-લૅન્ગ્વેજ પ્રભાવશાળી નહોતી દેખાઈ, તો કૅપ્ટન્સીની પહેલી મૅચમાં જ તે દબાણમાં દેખાયો હતો. 



ચહલને ઓછી ઓ‍વર આપી 
પંતે આઇપીએલના પર્પલ કૅપ વિજેતા યુઝવેન્દ્ર ચહલને ઓછી બોલિંગ કરાવી હતી. ચહલે રનર્સ-અપ રહેલી રાજસ્થાનની ટીમ માટે ૨૭ વિકેટ લીધી હતી. કોટલામાં આ લેગ-સ્પિનર પાસેથી માત્ર બે જ ઓવર નખાવવામાં આવી હતી. બીજી તરફ પંડ્યાએ ગુજરાતને ચૅમ્પિયન બનાવ્યું હતું. પંડ્યા ભારત માટે છેલ્લી મૅચ ગયા વર્ષે નવેમ્બર ૨૦૨૧માં ટી૨૦ વર્લ્ડ કપમાં રમ્યો હતો, જેમાં તેણે ૧૨ બૉલમાં નૉટઆઉટ ૩૧ રન બનાવીને સ્કોરને ૨૦૦ રનને પાર મોકલ્યો હતો. જોકે બોલિંગમાં તે પ્રભાવશાળી નહોતો રહ્યો, તેણે એકમાત્ર ઓવરમાં ૧૮ રન આપ્યા હતા. 


અર્શદીપ કે મલિક?
પંત માટે સૌથી મોટી કસોટી બોલિંગ વિભાગમાં થશે, જેમાં તેણે અર્શદીપ અને ફાસ્ટ બોલર ઉમરાન મલિક પૈકી કોઈ એકને પસંદ કરવાનો રહેશે. બૅટિંગલાઇનઅપ તો સારી રહી હતી, પરંતુ ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ પહેલી મૅચમાં પ્રભાવ દેખાડી શક્યો નહોતો. સિનિયર બોલર ભુવનેશ્વર કુમાર ફાસ્ટ બોલિંગ કરી શક્યો નહોતો. તેણે છેલ્લી ઓવરમાં ઘણા રન આપ્યા હતા. હર્ષલ પટેલને પણ બૅટરોએ સારા એવા રન ફટકાર્યા હતા. યુવા અવેશ ખાન પણ પ્રભાવશાળી પ્રદર્શન નહોતો કરી શક્યો. જોકે આ ત્રણેયમાં તે સૌથી વધુ ઇકૉનૉમિકલ રહ્યો હતો. અર્શદીપ અને મલિકની જોડી નેટ પર પ્રભાવશાળી પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહી છે. આજે આ બે પૈકી કોઈ એકને તક મળશે. જો આજની મૅચ હારી ગયા તો પંતના નેતૃત્વવાળી ટીમે સિરીઝ જીતવા માટે સતત ત્રણ મૅચ જીતવી પડશે, જે ઘણી મુશ્કેલ હશે.

મિલર કરીઅરના શાનદાર ફૉર્મમાં
આઇપીએલમાં અમુક ખેલાડીઓને મળેલી સફળતા બાદ સાઉથ આફ્રિકાની ટીમ હવે લયમાં આવી રહી છે. મિલર ક​રીઅરના શાનદાર ફૉર્મમાં છે. તેણે આઇપીએલમાં ૪૮૪ રન બનાવીને ગુજરાતને જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કોટલામાં તે સ્પિન અને ફાસ્ટ બોલરો સામે ખતરનાક જણાયો હતો. ક્વિન્ટન ડિકૉક સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં પરિવર્તિત કરી શક્યો નહોતો. તેણે પણ લખનઉની ટીમ માટે આઇપીએલમાં ૫૦૮ રન બનાવ્યા હતા. ડુસેનનો સ્ટ્રાઇક રેટ પણ સારો છે. આ ત્રિપુટી સાઉથ આફ્રિકાના બૅટિંગ લાઇનઅપનું મજબૂત પાસું છે, તો કૅગિસો રબાડા અને ઍન્રિક નૉર્કિયા ભારતીય બૅટર્સને વધુ રન કરતા રોકવાનો પ્રયાસ કરશે. 


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2022 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK