Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત 2-1થી સીરિઝ જીત્યું, છેલ્લી ઓવરમાં ઇંગ્લેન્ડને હરાવ્યું

ભારત 2-1થી સીરિઝ જીત્યું, છેલ્લી ઓવરમાં ઇંગ્લેન્ડને હરાવ્યું

29 March, 2021 08:04 AM IST | Pune
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભારતના 329 રન સામે ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 322 રન કર્યા, ભારત ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે સતત છઠ્ઠી શ્રેણી જીત્યું, ઘરઆંગણે ભારતે શ્રેણી જીતની હેટ્રિક લગાવી

વિકેટ લીધા બાદ ઉજવણી કરતા ભારતીય ખેલાડીઓ (તસવીર: એએફપી)

વિકેટ લીધા બાદ ઉજવણી કરતા ભારતીય ખેલાડીઓ (તસવીર: એએફપી)


ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વન-ડે શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે ઇંગ્લેન્ડેને સાત રને હરાવ્યું હતું. 330ના લક્ષ્ય સામે ઇંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 322 રન જ કરી શકી હતી. આ મેચની જીત સાથે ભારતે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે સતત છઠ્ઠી સીરિઝ પોતાના નામે કરી છે. ભારતે T-20 શ્રેણી પહેલાં ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 3-1 અને T20Iમાં 3-2થી માત આપી હતી. ટીમ ઇન્ડિયાએ 52 દિવસમાં ત્રણેય ફોર્મેટમાં ઇંગ્લેન્ડને હરાવ્યું છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રવિવારે પુણેમાં રમાયેલી વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ વન-ડેમાં ભારત 48.2 ઓવરમાં 329 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારતે એકસમયે 25 ઓવરની અંદર 4 વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્માએ 37 બોલમાં 6 ફોરની મદદથી 37 રન કર્યા હતા. તેણે શિખર ધવન સાથે પ્રથમ વિકેટ માટે 103 રનની ભાગીદારી કરી.હતી બંનેએ વનડેમાં 17મી વખત 100+ રનની ઓપનિંગ ભાગીદારી કરી છે. તેમણે એડમ ગિલક્રિસ્ટ-મેથ્યુ હેડન (16 વખત)નો રેકોર્ડ તોડ્યો છે. શ્રેણીની નિર્ણાયક મેચમાં ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ નિરાશ કર્યા હતા. તેણે 10 બોલમાં 1 ફોરની મદદથી માત્ર 7 રન કર્યા હતા. જ્યારે લોકેશ રાહુલ પણ 7 રને જ આઉટ થયો હતો. તે પછી રિષભ પંત અને હાર્દિક પંડ્યાએ કરિયરની ત્રીજી અને સાતમી ફિફટી ફટકારી ટીમને સારા સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બન્નેએ અનુક્રમે 78 અને 64 રન બનાવ્યા હતા. તે સિવાય ઓપનર શિખર ધવને 32મી હાફ સેન્ચ્યુરી મારી 67 રનનું યોગદાન આપ્યું હતું.



ઇંગ્લેન્ડ માટે માર્ક વુડે 3, આદિલ રાશિદે 2, જ્યારે લિયમ લિવિંગ્સ્ટોન, રીસ ટોપ્લે, બેન સ્ટોક્સ, સેમ કરન અને મોઇન અલીએ 1-1 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ભારત સામેની ત્રીજી વનડેમાં પુણે ખાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.


ઇંગ્લેન્ડ માટે સેમ કરને પોતાન વનડે કરિયરની પ્રથમ ફિફટી ફટકારતાં 83 બોલમાં 95* રન કર્યા પણ મેચ જિતાડી શક્યો નહોતો. ટી. નટરાજને અંતિમ ઓવરમાં 14 રન ડિફેન્ડ કર્યા હતા. ભારત માટે શાર્દુલ ઠાકુરે 4, ભુવનેશ્વર કુમારે 3 અને ટી. નટરાજને 1 વિકેટ લીધી હતી.

તમને જણાવી દઈએ કે, ભારતે ઘરઆંગણે સતત ત્રીજી શ્રેણી પોતાના નામે કરી છે. આ પહેલાંની પણ બન્ને સીરિઝ ભારત જીત્યું હતું. આ પહેલાં જાન્યુઆરી 2020માં ઓસ્ટ્રેલિયાને 2-1થી અને ડિસેમ્બર 2019માં વેસ્ટ ઇન્ડિઝને 2-1થી માત આપી હતી.


ભારત ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે છેલ્લી પાંચેય શ્રેણી જીત્યું હતું અને ગઈકાલની મેચ સાથે સતત છઠ્ઠી સીરિઝ પોતાને નામ કરી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ભારતમાં કુલ 9 દ્વિપક્ષીય શ્રેણી રમાઈ છે. તેમાંથી 6 ભારતે અને માત્ર 1 ઇંગ્લેન્ડે જીતી છે. 2 શ્રેણી ડ્રો રહી હતી. ઇંગ્લેન્ડ 1984માં 4-1થી શ્રેણી જીત્યું હતું, પરંતુ તે પછી અહીં બાઈલેટરલ સીરિઝ જીતવામાં નિષ્ફ્ળ રહ્યું છે.­

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2021 08:04 AM IST | Pune | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK