Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અન્ડર-19 એશિયા કપની રવિવારની ફાઇનલમાં ભારત v/s શ્રીલંકા

અન્ડર-19 એશિયા કપની રવિવારની ફાઇનલમાં ભારત v/s શ્રીલંકા

31 December, 2021 12:42 PM IST | UAE
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાન સ્પર્ધામાંથી આઉટ

મૅચવિનર શેખ રશીદ

મૅચવિનર શેખ રશીદ


અન્ડર-19 એશિયા કપ વન-ડે ટુર્નામેન્ટમાં ગઈ કાલે ભારતે શારજાહની સેમી ફાઇનલમાં બંગલાદેશને ૧૦૩ રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. શુક્રવારે દુબઈની ફાઇનલમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સાથે થશે.
બૅટિંગ મળ્યા બાદ ભારતે ૮ વિકેટે ૨૪૮ રન બનાવ્યા હતા, જેમાં વન-ડાઉન બૅટર શેખ રશીદ (૯૦ અણનમ, ૧૦૮ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. કૅપ્ટન યશ ધુલે ૨૯ બૉલમાં ૨૬ રન બનાવ્યા હતા. બંગલાદેશની ટીમ ૩૮.૨ ઓવરમાં માત્ર ૧૪૦ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. રાજવર્ધન હંગારગેકર, રવિ કુમાર, રાજ બાજવા અને વિકી ઓસ્તવાલે બે-બે વિકેટ લીધી હતી. એ પહેલાં શ્રીલંકાએ ૧૪૭ રન બનાવ્યા પછી પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં (૪૯.૩) ૧૨૫ રનના સ્કોરે ઑલઆઉટ કરીને બાવીસ રનના વિજય સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

31 December, 2021 12:42 PM IST | UAE | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK