Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દમ વગરની બોલિંગ + કંગાળ બૅટિંગ = પરિણામ પરાજય

દમ વગરની બોલિંગ + કંગાળ બૅટિંગ = પરિણામ પરાજય

06 July, 2022 03:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બેરસ્ટૉને મૅચનો અને રૂટ-બુમરાહને સિરીઝનો અવૉર્ડ ઃ સિરીઝ ૨-૨ની બરાબરીમાં પૂરી

 ટૉપ-સિક્સમાં માત્ર પુજારા અને પંત રન બનાવી શક્યા. જાડેજાએ પણ અફલાતૂન બૅટિંગ કરી, પરંતુ ટૉપ-ઑર્ડરે સારી બૅટિંગ કરવી જોઈતી હતી. છેલ્લા દાવમાં ભારતની બોલિંગ દમ વિનાની રહી હતી.

ટૉપ-સિક્સમાં માત્ર પુજારા અને પંત રન બનાવી શક્યા. જાડેજાએ પણ અફલાતૂન બૅટિંગ કરી, પરંતુ ટૉપ-ઑર્ડરે સારી બૅટિંગ કરવી જોઈતી હતી. છેલ્લા દાવમાં ભારતની બોલિંગ દમ વિનાની રહી હતી.


ભારત ગઈ કાલે એજબૅસ્ટનમાં ઇંગ્લૅન્ડ સામેની પાંચમી અને આખરી ટેસ્ટ ૭ વિકેટે હારી જતાં ગયા વર્ષે અધૂરી રહેલી સિરીઝ ૨-૨ની બરાબરીમાં પૂરી થઈ હતી. અંતિમ ટેસ્ટના બન્ને દાવમાં સદી (૧૦૬, અણનમ ૧૧૪) ફટકારનાર જૉની બેરસ્ટૉને મૅન ઑફ ધ મૅચનો તેમ જ આખી સિરીઝમાં કુલ ૭૩૭ રન બનાવનાર જો રૂટને તેમ જ હાઇએસ્ટ ૨૩ વિકેટ લેનાર જસપ્રીત બુમરાહ બન્નેને મેન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
ભારતે પહેલા દાવમાં ૪૧૬ રન બનાવ્યા પછી ઇંગ્લૅન્ડે ૨૮૪ રન બનાવ્યા હતા, જેને પગલે ભારતે ૧૩૨ રનની તોતિંગ લીડ લીધી હતી. જોકે ભારતે કંગાળ બૅટિંગને કારણે બીજા દાવમાં માત્ર ૨૪૫ રન બનાવતાં યજમાન ટીમને ધાર્યા કરતાં નીચો ટાર્ગેટ મળ્યો હતો. ઇંગ્લૅન્ડે ૩૭૮ રનનો લક્ષ્યાંક ત્રણ જ વિકેટના ભોગે મેળવી લીધો હતો. જો રૂટે (અણનમ ૧૪૨, ૧૭૩ બૉલ, ૨૪૦ મિનિટ, એક સિક્સર, ૧૯ ફોર) ૨૮મી સદી ફટકારી હતી. મૅચના સુપરસ્ટાર જૉની બેરસ્ટૉ (અણનમ ૧૧૪, ૧૪૫ બૉલ, ૨૩૫ મિનિટ, એક સિક્સર, પંદર ફોર)ની રૂટ સાથેની ૨૭૧ રનની વિક્રમી ભાગીદારી ભારતને ભારે પડી હતી. બન્ને બૅટર્સને અને ખાસ કરીને બેરસ્ટૉને મળેલાં કેટલાંક જીવતદાન પણ ભારતીય ટીમને નડ્યાં હતાં. બન્ને બૅટર્સે ભારતની નિસ્તેજ બોલિંગનો આસાનીથી સામનો કરીને ઇંગ્લૅન્ડને સિરીઝ ૨-૨થી લેવલ કરાવી આપી હતી.
૭ સેશન ભારતનાં, ૫ ઇંગ્લૅન્ડનાં
આખી ટેસ્ટનાં પહેલાં ૭ સેશનમાં ભારતે વર્ચસ જમાવ્યું હતું અને ત્યારે લાગતું હતું કે ભારત જ આ મૅચ જીતશે અને સિરીઝની ટ્રોફી પર ૩-૧થી કબજો કરી લેશે, પરંતુ છેલ્લાં પાંચ સત્રમાં યજમાન બ્રિટિશ ટીમે ખાસ કરીને જૉની બેરસ્ટૉ તથા જો રૂટે પ્રભુત્વ જમાવીને ટ્રોફીને ભારતના કબજામાં ન જવા દીધી.
ભારતીય ટીમને દંડ
જસપ્રીત બુમરાહ ઍન્ડ કંપનીને ગઈ કાલે દાઝ્‍યા પર ડામ અપાયો હતો. નિર્ધારિત સમયમાં ઓવર્સ પૂરી ન કરાવી શકવા બદલ ભારતીય ટીમની ૪૦ ટકા મૅચ-ફી કપાઈ ગઈ હતી.
બે પૉઇન્ટ ગયા, ભારત હવે ચોથે
આ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી) ચાલે છે અને એમાં ભારત ત્રીજા નંબરે હતું. જોકે ભારતે સિરીઝ જીતવાની તક ગુમાવી એ બદલ પૉઇન્ટ્સ મેળવવાને બદલે ગુમાવવા પડ્યા, જેને કારણે ટેબલમાં ત્રીજા પરથી ચોથા નંબરે જતું રહ્યું છે અને પાકિસ્તાન ચોથા પરથી ત્રીજા સ્થાને આવી ગયું છે. ઑસ્ટ્રેલિયા પહેલા ક્રમે અને સાઉથ આફ્રિકા બીજા નંબરે છે.

એજબૅસ્ટનની રેકૉર્ડ-બુક 




 ઇંગ્લૅન્ડ સતત ચોથી ટેસ્ટમાં  ૨૫૦-પ્લસનો લક્ષ્યાંક ચેઝ કરવામાં સફળ રહ્યું.
 ઇંગ્લૅન્ડે ટેસ્ટમાં એનો ૩૭૮ રનનો હાઇએસ્ટ સક્સેસફુલ ચેઝ નોંધાવ્યો. અગાઉ બ્રિટિશ ટીમનો ૩૫૯ રનનો હાઇએસ્ટ ચેઝ સ્કોર ૨૦૧૯માં ઑસ્ટ્રેલિયા સામે હતો.
 ભારત સામે સક્સેસફુલી ચેઝ થયેલો આ સૌથી મોટો ટાર્ગેટ (૩૭૮) છે. એજબૅસ્ટનમાં પણ આ સૌથી મોટો સફળ ચેઝ છે.
 ઇંગ્લૅન્ડ વતી એક કૅલેન્ડર યરમાં સૌથી વધુ ટેસ્ટ-સદી ફટકારનાર બૅટર્સ ઃ (૧) ડેનિસ કૉમ્પ્ટન, ૬ સદી, વર્ષ ૧૯૪૭ (૨) માઇકલ વૉન, ૬ સદી, વર્ષ ૨૦૦૨ (૩) જો રૂટ, ૬ સદી, વર્ષ ૨૦૨૧ અને (૪) જૉની બેરસ્ટૉ, ૬ સદી, વર્ષ ૨૦૨૨
 ભારત એજબૅસ્ટનમાં ક્યારેય ટેસ્ટ નથી જીત્યું અને એ પરંપરા જળવાઈ. ભારત અહીં કુલ સાત ટેસ્ટ હાર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2022 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK