° °

આજનું ઇ-પેપર
Saturday, 13 August, 2022


સાઉથ આફ્રિકા મિલરને ન રમાડે : ભુવનેશ્વર

12 June, 2022 11:17 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં ભારતીય બોલરોએ મિલર સામે કેવી યોજના બનાવી છે એવા સવાલનો જવાબ આપતાં ભુવનેશ્વરે હસતાં-હસતાં કહ્યું હતું

ડેવિડ મિલર IND vs SA

ડેવિડ મિલર

સાઉથ આફ્રિકા સામેની પહેલી ટી૨૦માં ૪ વિકેટે ૨૧૧ રન બનાવ્યા બાદ ભારત હારી જશે એવું કોઈએ વિચાર્યું નહોતું, પરંતુ ડેવિડ મિલર અને રૅસી વૅન ડેર ડુસેનની બૅટિંગે બાજી પલટી નાખી હતી. તેમના બૅટિંગ કૌશલ સામે ભારતીય બોલરોની કોઈ વિસાત નહોતી. ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં ભારતીય બોલરોએ મિલર સામે કેવી યોજના બનાવી છે એવા સવાલનો જવાબ આપતાં ભુવનેશ્વરે હસતાં-હસતાં કહ્યું હતું કે ‘મિલર હાલમાં શાનદાર ફૉર્મમાં છે. તેની સામે બોલિંગ કરવી મુશ્કેલ છે. અમે ઇચ્છીએ કે સાઉથ આફ્રિકા તેને પડતો મૂકે, પરંતુ તેઓ એમ નહીં કરે.’ 
ભુવનેશ્વરે વધુમાં કહ્યું હતું કે ‘પહેલી મૅચમાં બોલરોનું પ્રદર્શન સારું નહોતું રહ્યું. અમારા પણ ખરાબ દિવસો આવે છે. બીજી મૅચમાં અમે વાપસી કરીશું.’

12 June, 2022 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

ન્યુ ઝીલૅન્ડની એક જીતના ચાર મૅચ-વિનર્સ

બીજી ટી૨૦ (ભારતીય સમય મુજબ આવતી કાલે રાતે ૧૨.૦૦ વાગ્યાથી) રમાશે

12 August, 2022 12:52 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ટ્રેન્ટ બોલ્ટ માટે ફૅમિલી ફર્સ્ટ

વન-ડેના નંબર-વન બોલરે પત્ની, ત્રણ બાળકોને વધુ સમય આપવા સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ જતો કર્યો

11 August, 2022 03:18 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

૬૬ દિવસ બાકી, વર્લ્ડ કપ માટે ઉપલબ્ધ છે ૫૪ ક્રિકેટર

૨૦૨૨ના ૭ મહિનામાં ૭ કૅપ્ટન અજમાવ્યા ઇન્ડિયાએ : સિલેક્ટરો પાસે પુષ્કળ વિકલ્પો

11 August, 2022 03:13 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK