Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > તો હું કુસ્તી કરવાનું છોડી દઈશ

તો હું કુસ્તી કરવાનું છોડી દઈશ

05 December, 2012 04:44 AM IST |

તો હું કુસ્તી કરવાનું છોડી દઈશ

તો હું કુસ્તી કરવાનું છોડી દઈશ





મેડલ વિજેતા ઑલિમ્પિયનોનો આક્રોશ

સુશીલકુમાર (છેલ્લી બે ઑલિમ્પિક્સમાં કુલ બે મેડલ જીતી ચૂકેલો રેસલર) : જો ભારતનું સસ્પેન્શન ચાલુ રહેશે તો હું કુસ્તી કરવાનું જ છોડી દઈશ. જો ઑલિમ્પિક્માં ભારત ભાગ જ ન લઈ શકવાનું હોય તો રેસલિંગની તાલીમ લેતા રહેવાનો શું મતલબ! જે રમતમાં મારું ભવિષ્ય જ ન હોય એમાં શા માટે આગળ વધુ!




વિજેન્દર સિંહ
(બીજિંગ ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ જીતનાર ભૂતપૂર્વ વલ્ર્ડ નંબર વન બૉક્સર) : ભારતના સસ્પેન્શનના પગલાંથી મને અને મારા સાથી બૉક્સરોને આઘાત લાગ્યો છે. બૉક્સરો પ્રોફેશનલ બૉક્સિંગથી લાખો રૂપિયા કમાઈ શકે એમ છે, પરંતુ અમે ભારતને ગૌરવ અપાવવા દેશ વતી લડવાનું ચાલુ રાખ્યું છે. જોકે સસ્પેન્શનના પગલાંથી અમને લાગે છે કે અમે અમારી કરીઅરના આગલા વષોર્ વેડફી નાખ્યા. જોકે મને લાગે છે કે આ સમસ્યાનો કોઈ ઉકેલ આવશે જ.

નવી દિલ્હી : આઇઓએ (ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિએશન)ને કારણે ભારત ગઈ કાલે સ્પોર્ટ્સજગતમાં શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયું હતું. એની આજની ચૂંટણી માટેની પ્રક્રિયામાં સરકારની દખલગીરી ચાલુ રહેવાથી આઇઓસી (ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી)એ આઇઓએને સસ્પેન્ડ કરી દીધું હતું.


ઍથ્લીટો ઑલિમ્પિક્સથી વંચિત



આ પગલાંને કારણે ભારતીય ઍથ્લીટો આગામી ઑલિમ્પિક્સમાં ભાગ નહીં લઈ શકે. એ ઉપરાંત ભારતને આઇઓસી તરફથી મળતું ફન્ડ પણ હવે નહીં મળે. આઇઓએના અધિકારીઓને ઑલિમ્પિક્સ તથા આઇઓસીના નેજા હેઠળ યોજાતી બીજી ઇવેન્ટ્સમાં તેમ જ મીટિંગોમાં ભાગ લેવા પણ નહીં મળે.


ક્રિકેટ બોર્ડે આશાસ્પદ ઍથ્લીટોની તાલીમ માટે તેમ જ દેશમાં ઑલિમ્પિક્સની તૈયારી માટેનું માળખું તૈયાર કરવા નૅશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફન્ડને થોડા મહિના પહેલાં ૫૦ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જોકે બોર્ડ હવે કદાચ એ રકમ પાછી માગી લેશે.


સસ્પેન્શન શા માટે?


આઇઓસીએ વારંવાર આઇઓએને આજની ચૂંટણી માટે સરકારની સ્પોર્ટ્સને લગતી આચારસંહિતાઓને બદલે ઑલિમ્પિક્સને લગતી માર્ગરેખા અનુસરવા કહ્યું હતું, પરંતુ એનું પાલન કરવામાં આઇઓએ નિષ્ફળ ગયું હતું.
આઇઓએની એવી દલીલ હતી કે અમે દિલ્હી હાઈ કોર્ટના આદેશનું પાલન કરીને સરકારની આચારસંહિતાઓ અપનાવી હતી.



આજની ચૂંટણીમાં અવરોધ આવી શકે. જોકે અભયસિંહ ચૌટાલા ચૂંટણી અગાઉ જ પ્રમુખપદે બિનહરીફ ચૂંટાઈ ગયા છે. સુરેશ કલમાડીના સાથી અને કૌભાંડના આક્ષેપોનો સામનો કરી રહેલા લલિત ભાનોત સેક્રેટરી જનરલ તરીકે બિનહરીફ ચૂંટાયા છે.

Whatsapp-channel Whatsapp-channel

05 December, 2012 04:44 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK