° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


શેફાલી વર્મા ફરી બની વર્લ્ડ નંબર વન બૅટર

26 January, 2022 12:07 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શેફાલી આ પહેલાં બીજા ક્રમાંકે હતી, પણ હવે તે એક સ્થાનની બઢતી સાથે વર્લ્ડ નંબર વન બની ગઈ છે

શેફાલી વર્મા

શેફાલી વર્મા

લેટેસ્ટ મહિલા ટી૨૦ ઇન્ટરનૅશનલ બૅટિંગ રેટિંગમાં ભારતની યુવા બૅટર શેફાલી વર્માએ ફરી ટૉપનું સ્થાન મેળવી લીધું છે. શેફાલી આ પહેલાં બીજા ક્રમાંકે હતી, પણ હવે તે એક સ્થાનની બઢતી સાથે વર્લ્ડ નંબર વન બની ગઈ છે. જ્યારે ૨૦૧૨ની બેસ્ટ મહિલા ક્રિકેટરનું બહુમાન મેળવનાર સ્મૃતિ મંધાના એક સ્થાન નીચે ઊતરીને ચોથા ક્રમાંકે ધકેલાઈ છે. બીજા અને ત્રીજા સ્થાને ઑસ્ટ્રેલિયન ખેલાડી બેથ મુની અને મેગ લેનિંગ છે. ન્યુ ઝીલૅન્ડની સોફી ડિવાઇન પાંચમા ક્રમાંકે અને ઑસ્ટ્રેલિયાની વિકેટકીપર-બૅટર એલિસા હિલી છે. 
બોલરોના રૅન્કિંગ્સમાં ટૉપ-થ્રીમાં કોઈ જ બદલાવ નથી જોવા મળ્યો. પહેલા અને બીજા નંબરે ઇંગ્લૅન્ડની ખેલાડીઓ સોફી એકલસ્ટન અને સારાહ ગ્લેન તથા ત્રીજા નંબરે સાઉથ આફ્રિકાની શબનીમ ઇસ્માઇલ છે. ભારતની દીપ્તિ શર્મા એક સ્થાનની બઢતી સાથે ચોથા નંબરે પહોંચી ગઈ છે, જ્યારે ઑલરાઉન્ડર રૅન્કિંગ્સમાં પણ પહેલું અને બીજું સ્થાન સોફી ડિવાઇન અને નેટાલી સીવરે જાળવી રાખ્યું છે. દીપ્તિ શર્મા અહીં પણ એક સ્થાનની બઢતી સાથે ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. 

26 January, 2022 12:07 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

News In Short: બવુમા ભારતના પ્રવાસમાં કૅપ્ટન : પાર્નેલનું કમબૅક

ટીમના અન્ય મુખ્ય પ્લેયર્સમાં ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), કેશવ મહારાજ, એઇડન માર્કરમ, ડેવિડ મિલર, લુન્ગી ઍન્ગિડી, ડ્વેઇન પ્રિટોરિયસ, કૅગિસો રબાડા, તબ્રેઝ શમ્સી, માર્કો યેન્સેન અને રૅસી વૅન ડર ડુસેનનો સમાવેશ છે.

18 May, 2022 01:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

હર્ષલ પટેલ ભારતીય ક્રિકેટનું રત્ન બની શકે : તેન્ડુલકર

દેશના બેસ્ટ ડેથ-ઓવર બોલર્સમાં તેનો અચૂક સમાવેશ કરવો પડે : સચિન

18 May, 2022 01:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

પાંચ હરીફાઈમાં ભારતને પાંચેપાંચ ગોલ્ડ

મહિલા નિશાનબાજો મનુ ભાકર, ઈશા સિંહ, રિધમ સંગવાનનો પિસ્તોલ શૂટિંગમાં ‘ધમાકો’

18 May, 2022 01:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK