Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સૂર્યકુમાર હવે T20માં બાબર પાસેથી નંબર-વન રૅન્ક ઝૂંટવી લેવાની તૈયારીમાં

સૂર્યકુમાર હવે T20માં બાબર પાસેથી નંબર-વન રૅન્ક ઝૂંટવી લેવાની તૈયારીમાં

04 August, 2022 12:40 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાની કૅપ્ટન આઝમના ૮૧૮ સામે સૂર્યાના ૮૧૬ પૉઇન્ટ, માત્ર બે ડગલાં દૂર

મંગળવારે અલગ-અલગ અદામાં હિટિંગ કરીને જિતાડનાર સૂર્યકુમાર

મંગળવારે અલગ-અલગ અદામાં હિટિંગ કરીને જિતાડનાર સૂર્યકુમાર


સૂર્યકુમાર યાદવની ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં હજી માંડ ૨૦ ઇનિંગ્સ થઈ છે ત્યાં તો તે ટી૨૦ રમતા તમામ બૅટર્સમાં નંબર વન થવાની તૈયારીમાં છે. ૬૯ ટી૨૦ ઇનિંગ્સ રમી ચૂકેલો પાકિસ્તાનનો કૅપ્ટન બાબર આઝમ ઘણા સમયથી આ રૅન્કિંગમાં મોખરે છે. જોકે અત્યારે તેના ૮૧૮ પૉઇન્ટ સામે સૂર્યકુમારના ૮૧૬ પૉઇન્ટ છે. સૂર્યકુમાર તેનાથી ફક્ત બે ડગલાં દૂર છે અને ગમે એ ઘડીએ અવ્વલ થઈ શકે.

ત્રીજા નંબરે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનના ૭૯૪ પૉઇન્ટ છે અને સૂર્યકુમારથી ઘણો પાછળ છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની મંગળવારની ત્રીજી ટી૨૦માં ૪૪ બૉલમાં બનાવેલા મૅચ-વિનિંગ ૭૬ રન સૂર્યકુમારનો લેટેસ્ટ ટી૨૦ શો છે. આ ઇનિંગ્સને લીધે તે ગઈ કાલે બીજા નંબર પર આવી ગયો હતો. આ સિરીઝમાં હજી બે મૅચ રમાવાની બાકી છે. પાકિસ્તાનની હવે પછીની મૅચ આગામી ૨૮ ઑગસ્ટે એશિયા કપમાં ભારત સામે રમાવાની છે.



સૂર્યકુમારે કૅરિબિયનો સામેની સિરીઝમાં કૅપ્ટન રોહિતના ઓપનિંગ પાર્ટનર તરીકેના રોલમાં ધીમી શરૂઆત કરી હતી. પહેલી મૅચમાં તેણે ૧૬ બૉલમાં ૨૪ રન અને બીજી મૅચમાં ૬ બૉલમાં ૧૧ રન બનાવ્યા હતા. જોકે મંગળવારના ઝમકદાર ૭૬ રનને લીધે તે રિઝવાનને ઓળંગીને ચોથા નંબર પરથી બીજા નંબર પર આવી ગયો હતો. ત્રીજા નંબરના રિઝવાન બાદ ચોથે માર્કરમ અને પાંચમે ડેવિડ મલાન છે.


1
બાબર આઝમ ટી૨૦ ઉપરાંત વન-ડેમાં પણ આટલામી રૅન્ક પર છે. ટેસ્ટમાં ત્રીજી રૅન્ક છે.

સૂર્યકુમાર યાદવે મહિના પહેલાં સદી ફટકારેલી


SKY તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવે હજી માર્ચ ૨૦૨૧માં ટી૨૦ ઇન્ટરનૅશનલ કરીઅર શરૂ કરી હતી. ૨૨ મૅચના ૨૦ દાવમાં તેણે ૩૮.૧૧ની ઍવરેજે ૬૪૮ રન બનાવ્યા છે જેમાં એક સેન્ચુરી અને પાંચ હાફ સેન્ચુરીનો સમાવેશ છે. ૧૭૫.૬૦ તેનો સ્ટ્રાઇક-રેટ છે. તેણે કુલ ૩૫ સિક્સર અને ૬૫ ફોર ફટકારી છે. તેણે એકમાત્ર સેન્ચુરી ગયા મહિનાની ૧૦મી તારીખે નૉટિંગહૅમમાં ઇંગ્લૅન્ડ સામે ફટકારી હતી. જોકે ૬ સિક્સર અને ૧૪ ફોરની મદદથી તેણે બનાવેલા ૧૧૭ રન છતાં ભારત એ મૅચ હારી ગયું હતું.

Whatsapp-channel Whatsapp-channel

04 August, 2022 12:40 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK