Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મારા કાઉન્ટીના દેખાવની ગણતરી કરાઈ એનાથી ખૂબ ખુશ છું: પુજારા

મારા કાઉન્ટીના દેખાવની ગણતરી કરાઈ એનાથી ખૂબ ખુશ છું: પુજારા

24 May, 2022 05:21 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે ૯૫ ટેસ્ટમાં કુલ ૪૩.૮૭ની સરેરાશે ૬૭૧૩ રન બનાવ્યા છે.

 ચેતેશ્વર પુજારા

ચેતેશ્વર પુજારા


જુલાઈની શરૂઆતમાં ઇંગ્લૅન્ડમાં રમાનારી એકમાત્ર ટેસ્ટ (જેની સિરીઝમાં ભારત ૨-૧થી આગળ છે) માટેની ટીમમાં સ્થાન પામેલા ચેતેશ્વર પુજારાએ ગઈ કાલે પી.ટી.આઇ.ને જણાવ્યું, ‘સસેક્સ કાઉન્ટી ક્લબ વતી હું જે રમ્યો એનાથી મને ઘણો ફાયદો થશે. હું તો કહું છું કે મારા તાજેતરના કાઉન્ટીમાંના પર્ફોર્મન્સની ગણતરી કરવામાં આવી એનો મને બેહદ આનંદ છે. હમણાં જ કાઉન્ટી મૅચો રમ્યો છું એટલે ઇંગ્લૅન્ડની પિચ તથા અન્ય પરિસ્થિતિથી ઘણો વાકેફ છું.’
પુજારાએ તાજેતરમાં સસેક્સ વતી રમીને ડર્બીશર સામે અણનમ ૨૦૧ રન, વુસ્ટરશર સામે ૧૦૯ રન, ડર્હામ વિરુદ્ધ ૨૦૩ તથા મિડલસેક્સ વિરુદ્ધ અણનમ ૧૭૦ રન બનાવ્યા હતા. તેણે ૯૫ ટેસ્ટમાં કુલ ૪૩.૮૭ની સરેરાશે ૬૭૧૩ રન બનાવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2022 05:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK