° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


લાઇટ બિલનો આંકડો જોઇ હરભજને કહ્યું, 'આખા મોહલ્લાનું આપી દીધું કે શું?'

27 July, 2020 12:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

લાઇટ બિલનો આંકડો જોઇ હરભજને કહ્યું, 'આખા મોહલ્લાનું આપી દીધું કે શું?'

હરભજન સિંહ

હરભજન સિંહ

લૉકડાઉન જ્યારથી શરૂ થયું છે ત્યારથી લોકોના લાઇટ બિલમાં ધરખમ વધારો થયો છે. સામાન્ય માણસ હોય કે સેલેબ્ઝ દરેકના ઘરનું લાઇટ બિલ સામાન્ય કરતાં વધારે જ આવ્યું છે. હવે ભારતીય સ્પિનર હરભજન સિંહ (Harbhajan Singh)નું નામ પણ બિલ વધારે આવનારની યાદીમાં આવી ગયું છે. ભજ્જીનું બિલ સામાન્ય કરતાં સાત ગણું આવ્યું હોવાથી તેણે પરેશાન થઈને ફરિયાદ કરી છે. સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહેતા ક્રિકેટરે આ માધ્યમ પર જ પોતાની મુશ્કેલી શૅર કરી છે.

લાઇટ બિલ વધારે આવ્યું હોવાની ફરિયાદ હરભજન સિંહે ટ્વીટ કરીને કરી હતી. અદાણી ઈલેક્ટ્રિસિટીનો મેસેજ પોસ્ટ કરીને અદાણી ઈલેક્ટ્રિસિટીને ટેગ કરીને તેણે ટ્વીટમાં લખ્યું હતું કે, 'આટલું બિલ, આખા મોહલ્લાનું આપી દીધું કે શું?? સામાન્ય બિલ કરતાં સાત ગણું વધારે??? વાહ.'

ભજ્જીના ઘરનું બિલ 33,900 રૂપિયા આવ્યું છે. તમને જણાવી દઈએ કે, લાઇટનું બિલ વધારે આવ્યું હોય તેવો હરભજન સિંહ એક માત્ર વ્યક્તિ નથી. આ પહેલાં તાપસી પન્નૂ, હુમા હુમા કુરેશી કુરૈશી, અર્શદ વારસી, દિવ્યા દત્તા વગેરે બૉલીવુડ સેલેબ્ઝના લાઇટ બિલ પણ બહુ વધારે આવ્યા હતાં.

27 July, 2020 12:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

WTC ફાઇનલ માટે BCCIએ બનાવી 15 સભ્યોની ટીમ, જાણો કોઇ IN કોણ OUT

વિકેટકીપર બેટ્સમેન તરીકે ટીમમાં ઋષભ પંત અને ઋદ્ધિમાન સાહા બન્નેને સામેલ કરવામાં આવ્યા છે. મોહમ્મદ સિરાજ પણ આ 15 જણની ટીમનો ભાગ છે.

15 June, 2021 07:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

રવિ શાસ્ત્રીની જગ્યાએ રાહુલ દ્રવિડ હશે શ્રીલંકા પ્રવાસ પર કોચ-સૌરવ ગાંગુલી

મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ સીરિઝ દરમિયાન ઇંગ્લેન્ડમાં જ હશે આ કારણે તેમની જવાબદારી પૂર્વ દિગ્ગજ અને એનસીએ પ્રમુખ રાહુલ દ્રવિડને આપવામાં આવી છે.

15 June, 2021 06:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

વાંચો શોર્ટમાં: જાણો શું ચાલી રહ્યું છે સ્પોર્ટ્સ અને અન્ય સ્પોર્ટ્સમાં

આગામી ટી૨૦ વર્લ્ડ કપ વિશેનું ફાઇનલ કરવા આઇસીસી તરફથી ભારતીય ક્રિકેટ બોર્ડને ૨૮ જૂન સુધીનો સમય મળ્યો છે.

15 June, 2021 03:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK