ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ-સિરીઝ ગુમાવ્યા બાદ ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ સામે T20 સિરીઝ જીતતાં હેડ કોચ ગૌતમ ગંભીરે રાહતનો શ્વાસ લીધો છે.
ગૌતમ ગંભીર
ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ-સિરીઝ ગુમાવ્યા બાદ ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ સામે T20 સિરીઝ જીતતાં હેડ કોચ ગૌતમ ગંભીરે રાહતનો શ્વાસ લીધો છે. ભારતીય ટીમે સિરીઝની પાંચમી T20 મૅચમાં વાનખેડે સ્ટેડિયમમાં હાઇએસ્ટ ૨૪૭ રનનો સ્કોર ફટકારીને આ સ્ટેડિયમની સૌથી મોટી ૧૫૦ રનની T20 ઇન્ટરનૅશનલ જીત પણ મેળવી છે.
આ વિશે વાત કરતાં ગૌતમ ગંભીર કહે છે, ‘અમે આ રીતે જ T20 ક્રિકેટ રમવા માગીએ છીએ. અમે હારનો ડર રાખવા માગતા નથી. અમે વધુ જોખમ, વધુ વળતરના વિચાર સાથે ક્રિકેટ રમવા માગીએ છીએ. અમારા પ્લેયર્સે આ વાતને ખૂબ જ સારી રીતે અપનાવી છે. અમે નિયમિત ધોરણે ૨૫૦-૨૬૦ના સ્કોર સુધી પહોંચવાનો પ્રયાસ કરવા માગીએ છીએ. એ કરવાનો પ્રયાસ કરતી વખતે કેટલીક મૅચો એવી હશે જ્યાં આપણે ૧૨૦-૧૩૦ રન પર ઑલઆઉટ થઈ જઈશું. આ T20 ક્રિકેટ છે. જ્યાં સુધી તમે ઉચ્ચ જોખમી ક્રિકેટ નહીં રમો ત્યાં સુધી તમને પૂરતું વળતર નહીં મળે. અમારી T20 ટીમ નિઃસ્વાર્થ અને નીડર ક્રિકેટ રમે છે અને મને લાગે છે કે અમારા પ્લેયર્સે છેલ્લા છ મહિનામાં સતત આવું કર્યું છે.’

