સારા તેન્ડુલકર સચિન તેન્ડુલકર ફાઉન્ડેશનમાં ડિરેક્ટર તરીકે જોડાઈ ગઈ છે
લાઇફમસાલા
સારા તેન્ડુલકર
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકરે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમની ૨૭ વર્ષની દીકરી સારા તેન્ડુલકર સચિન તેન્ડુલકર ફાઉન્ડેશનમાં ડિરેક્ટર તરીકે જોડાઈ ગઈ છે. સચિનનું આ NGO જરૂરિયાતમંદ બાળકોના વિકાસ, આરોગ્ય અને શિક્ષણ માટે કામ કરે છે. સારાએ યુનિવર્સિટી કૉલેજ લંડન (UCL)માંથી ક્લિનિકલ ઍન્ડ પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનમાં આ વર્ષે માસ્ટરની ડિગ્રી મેળવી છે.