Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > 500 વિકેટ લેનાર સાતમો બોલર બન્યો સ્ટુઅર્ટ બ્રૉડ

500 વિકેટ લેનાર સાતમો બોલર બન્યો સ્ટુઅર્ટ બ્રૉડ

29 July, 2020 11:22 AM IST | Manchester
Agencies

500 વિકેટ લેનાર સાતમો બોલર બન્યો સ્ટુઅર્ટ બ્રૉડ

સ્ટુઅર્ટ બ્રૉડ

સ્ટુઅર્ટ બ્રૉડ


ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ વિકેટ લેનાર બોલર્સના લિસ્ટમાં સ્ટુઅર્ટ બ્રૉડનો સમાવેશ થયો છે. અત્યાર સુધીના બોલર્સમાં તે સાતમો બોલર છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની છેલ્લી ટેસ્ટના છેલ્લા દિવસે સ્ટુઅર્ટે આ સિદ્ધિ હાંસલ કરી હતી. બ્રૉડે પહેલી ઇનિંગમાં ૩૧ રન આપી છ વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં તેણે ૩૬ રન આપી ચાર વિકેટ લીધી હતી. બ્રૉડ ૧૪૦મી ટેસ્ટના ત્રીજા દિવસે ૪૯૯ વિકેટ સાથે અટકી ગયો હતો. જોકે પાંચમા દિવસે ક્રૅગ બ્રૅથવેઇટની વિકેટ લઈને તેણે ૫૦૦ વિકેટ પૂરી કરી હતી. ઇંગ્લૅન્ડના જેમ્સ ઍન્ડરસન બાદ તે બીજો બોલર બન્યો છે જેણે ૫૦૦ વિકેટ લીધી હોય. આ લિસ્ટમાં શ્રીલંકાનો મુથૈયા મુરલીધરન ૮૦૦ વિકેટ સાથે પહેલા ક્રમે છે. બીજા ક્રમે ૭૦૮ વિકેટ સાથે ઑસ્ટ્રેલિયાનો શૅન વૉર્ન, ૬૧૯ વિકેટ સાથે ત્રીજા ક્રમે ઇન્ડિયાનો અનિલ કુંબલે, ૫૮૯ વિકેટ સાથે ઇંગ્લૅન્ડનો જેમ્સ ઍન્ડરસન ચોથા ક્રમે, ૫૬૩ વિકેટ સાથે ઑસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્ગ્રા પાંચમા ક્રમે અને ૫૧૯ વિકેટ સાથે વેસ્ટ ઇન્ડીઝનો કોર્ટની વોલ્સ છઠ્ઠા ક્રમે છે.


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2020 11:22 AM IST | Manchester | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK