° °

આજનું ઇ-પેપર
Saturday, 13 August, 2022


ટ‍્‍વિટર પર ઇંગ્લૅન્ડની બાર્મી આર્મી થઈ ટ્રોલ

26 April, 2022 11:36 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિકેટપ્રેમીઓએ બાર્મી આર્મીની ઝાટકણી કાઢી

સચિનને શુભેચ્છા બર્થ-ડેની અને ફોટો તેની વિકેટનો!

સચિનને શુભેચ્છા બર્થ-ડેની અને ફોટો તેની વિકેટનો!

રવિવારે બૅટિંગ-લેજન્ડ સચિન તેન્ડુલકરને ૪૯મા જન્મદિને સોશ્યલ મીડિયા પર તેની એક ટેસ્ટ-વિકેટવાળો ફોટો પોસ્ટ કરીને તેને શુભેચ્છા આપવા બદલ ઇંગ્લૅન્ડની બાર્મી આર્મી ટ્રોલ થઈ છે. 
આ ફોટોમાં ઇંગ્લૅન્ડ સામેની એક ટેસ્ટમાં સચિનને આઉટ થયા બાદ પાછો આવી રહેલો બતાવાયો હતો અને બ્રિટિશ ક્રિકેટરો તેની વિકેટ સેલિબ્રેટ કરી રહેલા દેખાડાયા હતા.
નામચીન બાર્મી આર્મીએ ફોટો સાથે લખ્યું હતું, ‘હૅપી બર્થ-ડે લિટલ માસ્ટર.’

ટેસ્ટ-ક્રિકેટમાં સચિને સૌથી વધુ ૫૧ સદી ફટકારી છે અને તેના જેવા મહાન ખેલાડીને તેના જન્મદિને શુભેચ્છા આપવાની સાથે આ રીતે બતાવવો એ તેનું અપમાન કર્યા બરાબર કહેવાય, એવું આઇ.એ.એન.એસ.ના અહેવાલમાં જણાવાયું હતું.

ક્રિકેટપ્રેમીઓએ બાર્મી આર્મીની ઝાટકણી કાઢી

એક ક્રિકેટચાહકે ટ્વિટર પર બાર્મી આર્મીની આ પોસ્ટ સામેના વિરોધમાં લખ્યું હતું, ‘સચિન તેના શ્રેષ્ઠ સમયકાળમાં એક ઇનિંગ્સમાં જેટલા રન બનાવી લેતો એટલા રન તો ઇંગ્લૅન્ડનો આખો ટૉપ-ઑર્ડર પણ નહોતો બનાવી શકતો.’

બીજા એક ક્રિકેટ-લવરે લખ્યું હતું, ‘બાર્મી આર્મીએ સચિન જેવા મહાન ખેલાડીને તેના સ્પેશ્યલ ડેએ શુભેચ્છા આપવામાં નમ્ર અભિગમ રાખવો જોઈતો હતો.’
ત્રીજા ક્રિકેટપ્રેમીએ લખ્યું હતું, ‘તમે જો કોઈનું માન ન જાળવી શકતા હો તો કોઈનું અપમાન થાય એવું તો ન જ લખવું જોઈએ.’

26 April, 2022 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

અર્જુન તેન્ડુલકરનું ‘બૉમ્બે ટુ ગોવા’

મુંબઈ પાસે એનઓસી માગ્યું, કદાચ ગોવા વતી રમશે

12 August, 2022 12:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

પ્રથમ વાર પિતા બનેલા કૃણાલ પંડ્યાને સચિન, હરભજન સિંહ સહિત ક્રિકેટરોનાં અભિનંદન

કૃણાલે રવિવારે ટ્વિટર પર હાર્ટવાળા ઇમોજી સાથે કૅપ્શનમાં ‘કવિર કૃણાલ પંડ્યા’ લખ્યું હતું

26 July, 2022 02:43 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ભારતના દિગ્ગજો લૉર્ડ્‍સમાં મહેમાન

સચિન પત્ની અંજિલ સાથે આ અૈતિહાસિક સ્ટેડિયમમાં આવ્યો હતો. બીસીસીઆઇ-પ્રમુખ ગાંગુલી અને સચિને ભારતની આગામી સિરીઝો પર ચર્ચા કરી હતી.

15 July, 2022 04:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK