° °

આજનું ઇ-પેપર
Sunday, 03 July, 2022


ઇંગ્લૅન્ડ વન-ડેમાં પહોંચ્યું ૫૦૦ રનની લગોલગ : ૪૯૮/૪નો નવો વિશ્વવિક્રમ

18 June, 2022 04:17 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લિઆમ લિવિંગસ્ટન ૮૮ રને અણનમ રહ્યો હતો. ઇંગ્લૅન્ડના ૫૦ ઓવરમાં ૪ વિકેટે ૪૯૮ રન બન્યા હતા. જો લિવિંગસ્ટનને અગાઉથી વધુ રમવા મળ્યું હોત તો ટીમમાં કદાચ ચોથી સદી પણ નોંધાઈ હોત

ઇંગ્લૅન્ડ વન-ડેમાં પહોંચ્યું ૫૦૦ રનની લગોલગ : ૪૯૮/૪નો નવો વિશ્વવિક્રમ

ઇંગ્લૅન્ડ વન-ડેમાં પહોંચ્યું ૫૦૦ રનની લગોલગ : ૪૯૮/૪નો નવો વિશ્વવિક્રમ

ગઈ કાલે ઍમ્સ્ટલવીનમાં નેધરલૅન્ડ્સ  (૪૯.૪ ઓવરમાં ૨૬૬ રન) સામેની શ્રેણીની પ્રથમ વન-ડેમાં ઇંગ્લૅન્ડને ટોચના ચારમાંના ત્રણ બૅટર્સે વન-ડે જગતનો હાઇએસ્ટ ૪૯૮/૪નો સ્કોર અપાવ્યો હતો. અને પછી મૅચ ૨૩૨ રનથી જીતી લીધી હતી. આ પહેલાં ઇંગ્લૅન્ડનો જ (૨૦૧૮માં ટ્રેન્ટ બ્રિજમાં ઑસ્ટ્રેલિયા સામે) ૪૮૧/૬નો વિશ્વવિક્રમ હતો જે ગઈ કાલે ઇંગ્લૅન્ડની ટીમે તોડ્યો હતો. વન-ડેનો ત્રીજો હાઇએસ્ટ સ્કોર (૪૪૪/૩) પણ ઇંગ્લૅન્ડના નામે છે જે એણે ૨૦૧૬માં પાકિસ્તાન સામે નોંધાવ્યો હતો.
ઇન-ફૉર્મ બૅટર જૉસ બટલર (૧૬૨ અણનમ, ૭૦ બૉલ, ૧૦૭ મિનિટ, ૧૪ સિક્સર, સાત ફોર), ડેવિડ મલાન (૧૨૫ રન, ૧૦૯ બૉલ, ૨૦૬ મિનિટ, ત્રણ સિક્સર, નવ ફોર) અને ઓપનર ફિલ સૉલ્ટ (૧૨૨ રન, ૯૩ બૉલ, ૧૩૭ મિનિટ, ત્રણ સિક્સર, ૧૪ ફોર) આ નવા વિશ્વવિક્રમના ત્રણ સ્તંભ હતા. ઓપનર જેસન રૉય ૧ રને આઉટ થયા બાદ સૉલ્ટ-મલાન વચ્ચે બીજી વિકેટ માટે ૨૨૨ રનની અને મલાન-બટલર વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૮૪ રનની ભાગીદારી થઈ હતી. કૅપ્ટન ઇયોન મૉર્ગન ઝીરો પર આઉટ થયો હતો. લિઆમ લિવિંગસ્ટન ૮૮ રને અણનમ રહ્યો હતો. ઇંગ્લૅન્ડના ૫૦ ઓવરમાં ૪ વિકેટે ૪૯૮ રન બન્યા હતા. જો લિવિંગસ્ટનને અગાઉથી વધુ રમવા મળ્યું હોત તો ટીમમાં કદાચ ચોથી સદી પણ નોંધાઈ હોત. તેણે ૧૭ બૉલમાં ઇંગ્લૅન્ડ વતી ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરીનો વિક્રમ કર્યો હતો.
નેધરલૅન્ડ્સના બે બોલર્સની બોલિંગમાં ૫૦થી વધુ અને ચાર બોલર્સની બોલિંગમાં ૮૦થી વધુ રન બન્યા હતા.
બટલરના શૉટમાં બૉલ ઝાડને, છતને, સાઇટસ્ક્રીનને વાગ્યા
વિકેટકીપર-બૅટર જૉસ બટલરે ગઈ કાલે નેધરલૅન્ડ્સમાં ઍમ્સ્ટલવીનના મેદાન પર ૧૪ સિક્સર અને ૭ ફોર ફટકારી હતી. તેની કેટલીક સિક્સરમાં બૉલ મેદાનની નજીકના ઝાડને, પૅવિલિયનની 
છતને, કૉમેન્ટરી માટેના ટેન્ટને અને સાઇટસ્ક્રીનને વાગ્યા હતા તેમ જ કેટલીક વાર બૉલ નજીકના હૉકી ગ્રાઉન્ડમાં જઈ પડ્યો હતો.

ઇંગ્લૅન્ડના અન્ય રેકૉર્ડ્‍સ નંબરમાં...

(૧) વન-ડેમાં તો ઠીક, પણ લિસ્ટ-એ તરીકે ઓળખાતી તમામ પ્રકારની મર્યાદિત ઓવર્સની મૅચોમાં ઇંગ્લૅન્ડનો સ્કોર (૪૯૮/૪) હવે હાઇએસ્ટ છે. આ સાથે કાઉન્ટીમાંનો સરેનો ૪૯૬/૪નો રેકૉર્ડ તૂટ્યો છે.
(૨) ઇંગ્લૅન્ડની ટીમે ફટકારેલી કુલ ૨૬ સિક્સર એક વન-ડેમાં એક ટીમે ફટકારેલી સિક્સર્સની રેકૉર્ડ-બુકમાં હાઇએસ્ટ છે. બ્રિટિશરોએ (અફઘાનિસ્તાન સામેનો) પોતાનો જ પચીસ સિક્સર્સનો રેકૉર્ડ તોડ્યો છે.
(૩) એક વન-ડેના દાવમાં બાઉન્ડરીમાં ૩૦૦-પ્લસ રન બનાવનાર ઇંગ્લૅન્ડ પ્રથમ ટીમ છે. ગઈ કાલે બ્રિટિશ ટીમના ૪૯૮માંના ૩૦૦ રન બાઉન્ડરીથી (૨૬ સિક્સર, ૩૬ ફોરથી) બન્યા હતા.
(૪) કોઈ એક વન-ડેમાં એક ટીમમાં ત્રણ સદી નોંધાવવાનો આ ત્રીજો બનાવ છે. સૉલ્ટ, મલાન, બટલરની ગઈ કાલની ત્રિપુટી અગાઉ ૨૦૧૫માં સાઉથ આફ્રિકા વતી જોહનિસબર્ગમાં વિન્ડીઝ સામે અમલા (૧૫૩*), રોઉસૉવ (૧૨૮) અને ડિવિલિયર્સ (૧૪૯)ની ત્રિપુટીએ સેન્ચુરી ફટકારી હતી. એ જ વર્ષમાં સાઉથ આફ્રિકા વતી મુંબઈમાં ભારત સામેની વન-ડેમાં ડિકૉક (૧૦૯), ડુ પ્લેસી (૧૩૩) અને ડિવિલિયર્સે (૧૪૯) સેન્ચુરી કરી હતી.
(૫) ઇંગ્લૅન્ડે ગઈ કાલે આખરી ૧૦ ઓવર્સમાં ૧૬૪ રન બનાવ્યા હતા જે મેન્સ વન-ડેમાં નવો વિક્રમ છે. વિન્ડીઝ સામેના સાઉથ આફ્રિકાના ૧૬૩ રનનો વિક્રમ તૂટ્યો છે.
(૬) વન-ડે ક્રિકેટમાં ૫૦ કે ઓછા બૉલમાં ત્રણ સેન્ચુરી નોંધાવનાર બટલર વિશ્વનો એકમાત્ર પ્લેયર છે ઃ ૨૦૧૫માં પાકિસ્તાન સામે ૪૬ બૉલમાં, ગઈ કાલે નેધરલૅન્ડ્સ સામે ૪૭ બૉલમાં અને ૨૦૧૯માં પાકિસ્તાન સામે ૫૦ બૉલમાં. ઇંગ્લૅન્ડ વતી બનેલી આ ત્રણેય ફાસ્ટેસ્ટ વન-ડે સેન્ચુરી છે.

18 June, 2022 04:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

News In Short: રોહિતનું ટી૨૦થી કમબૅકઃ કોહલી, પંત બીજી મૅચથી જોડાશે

વિરાટ કોહલી, રિષભ પંત, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ ઐયર ૯ જુલાઈની બીજી ટી૨૦થી ટીમ સાથે જોડાઈ જશે

02 July, 2022 06:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

કૃણાલને વૉરવિકશરે રૉયલ વન-ડે કપ માટે સાઇન કર્યો

કૃણાલે ટી૨૦ સહિતની કુલ ૭૬ લિસ્ટ ‘એ’ મૅચોમાં ૨૨૩૧ રન બનાવ્યા છે અને ૮૭ વિકેટ લીધી છે

02 July, 2022 06:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

શ્રીલંકામાં ઑસ્ટ્રેલિયા પહેલી વાર સેકન્ડ બૅટિંગ કરીને જીત્યું

સવાબે દિવસમાં મૅચ પૂરી : લાયન-ટ્રેવિસની ચાર-ચાર અને સ્વેપસનની બે વિકેટ : ગ્રીન મૅચનો હીરો

02 July, 2022 05:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK