° °

આજનું ઇ-પેપર
Saturday, 31 July, 2021


બાવીસ વર્ષ બાદ ઇંગ્લૅન્ડમાં સિરીઝ જીત્યું ન્યુ ઝીલૅન્ડ

14 June, 2021 03:37 PM IST | England | Gujarati Mid-day Correspondent

એજબૅસ્ટનમાં રમાયેલી બીજી ટેસ્ટ-મૅચમાં અંગ્રેજોને આઠ વિકેટથી હરાવીને ૧-૦થી જીતી સિરીઝ ઃ બીજી ઇનિંગ્સમાં ઇંગ્લૅન્ડની ટીમ ૧૨૨ રનમાં ઑલઆઉટ થતાં જીત માટેના ૩૮ રનના લક્ષ્યાંકને કિવીઓએ બે વિકેટ ગુમાવીને આંબ્યો

ટ્રોફી સાથે સિરીઝ જીતનાર ન્યુ ઝીલૅન્ડની ટીમ. ઇંગ્લૅન્ડની ટીમને ૧-૦થી ટેસ્ટ સિરીઝ હરાવી હતી. એ.એફ.પી.

ટ્રોફી સાથે સિરીઝ જીતનાર ન્યુ ઝીલૅન્ડની ટીમ. ઇંગ્લૅન્ડની ટીમને ૧-૦થી ટેસ્ટ સિરીઝ હરાવી હતી. એ.એફ.પી.

બર્મિંગહૅમના એજબૅસ્ટનમાં ગઈ કાલે રમાયેલી બીજી ટેસ્ટના ચોથા દિવસે ન્યુ ઝીલૅન્ડે ઇંગ્લૅન્ડને ૮ વિકેટથી હરાવી દીધું હતું તેમ જ બાવીસ વર્ષ બાદ ઇંગ્લૅન્ડમાં સિરીઝ ૧-૦થી જીતી હતી. આ વિજયને કારણે ન્યુ ઝીલૅન્ડ ટેસ્ટ-રૅન્કિંગમાં પ્રથમ ક્રમાંક પર પહોંચ્યું હતું. બીજી ઇનિંગ્સમાં ઇંગ્લૅન્ડ ૧૨૨ રને ઑલઆઉટ થતાં ન્યુ ઝીલૅન્ડને જીતવા માટે ૩૮ રન જોઈતા હતા, જે તેમણે બે વિકેટ ગુમાવીને મેળવ્યા હતા. કૅપ્ટન ટૉમ લેધમે ૩૨ બૉલમાં નૉટઆઉટ ૨૩ રન બનાવ્યા હતા. ડેવોન કૉન્વે અને વિલ યંગ આઉટ થયા હતા. 

ઇંગ્લૅન્ડ ૧૨૨ રનમાં જ ઑલઆઉટ થયું હતું. સ્ટોનની છેલ્લી વિકેટ દિવસના પહેલા બૉલમાં જ પડી હતી. ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં તે વિકેટકીપર ટોમ બ્લન્ડેલના હાથમાં કૅચઆઉટ થયો હતો. જોકે ન્યુ ઝીલૅન્ડે પણ ત્રણ રનમાં જ કૉન્વેની વિકેટ ગુમાવી હતી. કોઈ મુશ્કેલી વગર ટીમ જીતે એનું ધ્યાન લેધમે રાખ્યું હતું. ઇંગ્લૅન્ડ આ પહેલાં ઘરઆંગણે ૨૦૧૪માં શ્રીલંકા સામે હાર્યું હતું. વળી ન્યુ ઝીલૅન્ડ પણ બાવીસ વર્ષ બાદ પહેલી વખત ઇંગ્લૅન્ડમાં જીત્યું હતું. એ પહેલાં ૧૯૯૯માં સ્ટીફન ફલેમિંગના નેતૃત્વમાં ન્યુ ઝીલૅન્ડ ઇંગ્લૅન્ડમાં સિરીઝ જીત્યું હતું. મૅટ હૅન્રીને મૅન ઑફ ધ મૅચ તો ડેવોન કૉન્વેને મૅન ઑફ ધ સિરીઝ જાહેર કરાયા હતા.

ઇંગ્લૅન્ડની છેલ્લી વિકેટ લીધા બાદ ટ્રેન્ટ બોલ્ટ અને ન્યુ ઝીલૅન્ડની ટીમ. 

ભારતને પછાડી ન્યુ ઝીલૅન્ડ ટેસ્ટમાં બન્યું નંબર-વન 
બર્મિંગહૅમ ટેસ્ટમાં ૮ વિકેટથી જીતનાર ન્યુ ઝીલૅન્ડની ટીમ ટેસ્ટ ફૉર્મેટમાં નંબર-વન ટીમ બની ગઈ છે. તેણે ભારતને બીજા ક્રમાંક પર ધકેલી દીધું છે. ભારતીય ટીમની રેટિંગ ૧૨૧ છે તો ન્યુ ઝીલૅન્ડ પાસે બે અંક વધુ ૧૨૩ રેટિંગ છે. બન્ને ટીમ વચ્ચે ૧૮ જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ રમાશે. એ પહેલાં ભારતને પછાડીને વિશ્વની નંબર-વન ટીમ બનવાથી ન્યુ ઝીલૅન્ડનો આત્મવિશ્વાસ વધશે.

14 June, 2021 03:37 PM IST | England | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

ત્રણ ‘પૉઝિટિવ’ પ્લેયરો વિના ટીમ ઇન્ડિયા પાછી આવી

ચહલ અને ગૌતમ અગાઉ જ આઠ આઇસોલેટેડ ખેલાડીઓમાં હતા.

31 July, 2021 08:58 IST | Mumbai | Agency
ક્રિકેટ

ડૅશિંગ માહીની નવી હેરસ્ટાઇલ અને કૂલ-મેકઓવર જોઈ લો!

ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમતો ત્યારે ૨૦૦૭ના ટી૨૦ વર્લ્ડ કપવાળી લૉન્ગ હેરસ્ટાઇલથી માંડીને તેણે મોહોક સુધીની વિવિધ પ્રકારની હેરકટ અપનાવી હતી. હવે તેણે નવું ડૅશિંગ લુક અપનાવ્યું છે.

31 July, 2021 08:52 IST | Mumbai | Agency
ક્રિકેટ

ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો ઑલિમ્પિકના તમામ સમાચાર

ભારતીય ગોલ્ફર દીક્ષા ડાગરનો નંબર લાગી ગયો; સ્વિમિંગમાં ભારતના પડકારનો અંત અને વધુ સમાચાર

30 July, 2021 02:50 IST | Tokyo | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK