૬૧૧: આટલા રન બન્યા હતા ભારત-ન્યુ ઝીલૅન્ડની મૅચમાં. બન્ને ટીમ વચ્ચેની વન-ડે મૅચમાં પહેલી વખત ૬૦૦ પ્લસ રન બન્યા.
વિમેન્સ વર્લ્ડ કપ મૅચમાં ક્રિકેટચાહકોએ નવો રેકૉર્ડ બનાવ્યો
નવી મુંબઈમાં આવેલા ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ન્યુ ઝીલૅન્ડની વિમેન્સ વર્લ્ડ કપ મૅચમાં ક્રિકેટચાહકોએ નવો રેકૉર્ડ બનાવ્યો હતો. ગુરુવારે વન-ડે વર્લ્ડ કપની આ લીગ-સ્ટેજ મૅચ જોવા માટે ૨૫,૧૬૬ દર્શકો હાજર રહ્યા હતા. આ કોઈ પણ ICC વિમેન્સ ટુર્નામેન્ટમાં ગ્રુપ-સ્ટેજ મૅચ માટે અત્યાર સુધીની સૌથી વધુ હાજરીનો રેકૉર્ડ છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં જ ભારત અને શ્રીલંકાની ઓપનિંગ મૅચ દરમ્યાન ગુવાહાટીમાં ૨૨,૮૪૩ દર્શકોનો રેકૉર્ડ પણ નવી મુંબઈની દર્શકોની ભીડને કારણે તૂટ્યો છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) હાલમાં સ્ટેડિયમમાં આવેલા દર્શકોના ફોટો શૅર કરી આ રેકૉર્ડની માહિતી શૅર કરી હતી.


