Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અનુષ્કાએ સૌથી પ્રિય શહેરના સ્ટેડિયમમાંથી ચાહકોને આપી એક વર્ષે પુત્રી વામિકાની ઝલક

અનુષ્કાએ સૌથી પ્રિય શહેરના સ્ટેડિયમમાંથી ચાહકોને આપી એક વર્ષે પુત્રી વામિકાની ઝલક

24 January, 2022 01:15 PM IST | Cape Town
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનુષ્કા પર કૅમેરા ફરતાં જ આજુબાજુનાં સ્ટૅન્ડ્સમાંથી અસંખ્ય લોકો તેમને જોવા લાગ્યા હતા

અનુષ્કા શર્મા કોહલી દીકરી વામિકા સાથે સ્ટેન્ડમાં

અનુષ્કા શર્મા કોહલી દીકરી વામિકા સાથે સ્ટેન્ડમાં


ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન અને માત્ર પ્લેયર તરીકે રમતા વિરાટ કોહલીની ગઈ કાલે કેપ ટાઉનની વન-ડેમાં ઇનિંગ્સ શરૂ થઈ એ પહેલાંથી જ ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કા એક વર્ષની પુત્રી વામિકા સાથે સ્ટેડિયમમાં જોવા મળી હતી. આ મહિને એક વર્ષની થયેલી વામિકાને તેડીને ઊભેલી અનુષ્કા પર કૅમેરા ફરતાં જ આજુબાજુનાં સ્ટૅન્ડ્સમાંથી અસંખ્ય લોકો તેમને જોવા લાગ્યા હતા. થોડી સેકન્ડ માટે કૅમેરા તેમનાં પર જ હતો.
કેપ ટાઉન વિરાટ-અનુષ્કાનું સૌથી પ્રિય શહેર છે. તેઓ ૨૦૧૭માં લગ્ન કર્યાં બાદ ૨૦૧૮માં સાઉથ આફ્રિકન હનીમૂનમાં કેપ ટાઉન ખાસ આવ્યાં હતાં.
દરમ્યાન, સુપરસ્પોર્ટ બ્રૉડકાસ્ટરે ગઈ કાલે સ્ટૅન્ડમાં પુત્રી વામિકાને લઈને ઊભેલી અનુષ્કા પર કૅમેરા લાવીને તેમને (ખાસ કરીને વામિકાનો ચહેરો) જાહેરમાં દેખાડવા બદલ નેટિઝન્સે બ્રૉડકાસ્ટરની ટીકા કરી હતી, કારણ કે થોડા સમય પહેલાં જ વિરાટે જાહેરમાં કહ્યું હતું કે વામિકા સમજણી ન થાય ત્યાં સુધી તેને પોતે સોશ્યલ મીડિયાથી દૂર રાખવા માગે છે. નેટિઝન્સના જણાવ્યા મુજબ બ્રૉડકાસ્ટરે વિરાટે દર્શાવેલી ગુપ્તતાનો ભંગ કર્યો છે.

"હું કોહલીની જગ્યાએ હોત તો અનુષ્કાને પરણ્યો જ ન હોત, કારણ કે ખેલાડી તરીકેની કરીઅર ચાલુ હોય ત્યારે તેના પર લગ્નજીવનની, પત્નીની અને સંતાનની મોટી જવાબદારી આવી પડે અને એમાં મેદાન પર તેના પર્ફોર્મન્સ પર વિપરીત અસર પડે." : શોએબ અખ્તર


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2022 01:15 PM IST | Cape Town | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK