° °

આજનું ઇ-પેપર
Thursday, 06 October, 2022


અમદાવાદના હેત પટેલની સાત ઇનિંગ્સમાં આજે ત્રીજી સેન્ચુરી?

22 September, 2022 02:24 PM IST | coimbatore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દુલીપ ટ્રોફીની ફાઇનલમાં વેસ્ટ ઝોનને સાઉથ સામે સન્માનજનક સ્કોર અપાવ્યો

હેત પટેલ Duleep Trophy

હેત પટેલ

કોઇમ્બ્તુરમાં ગઈ કાલે દુલીપ ટ્રોફીની સાઉથ ઝોન સામેની પાંચ-દિવસીય ફાઇનલના પ્રારંભિક દિવસે વેસ્ટ ઝોને બૅટિંગ પસંદ કર્યા પછી ૮ વિકેટે ૨૫૦ રન બનાવ્યા હતા. અમદાવાદનો વિકેટકીપર-બૅટર હેત પટેલ (૯૬ નૉટઆઉટ, ૧૭૮ બૉલ, એક સિક્સર, છ ફોર) ગઈ કાલનો સુપરસ્ટાર હતો. તેની સાથે જયદેવ ઉનડકટ ૩૯ રને રમી રહ્યો હતો. ટીમના બીજા મુખ્ય બૅટર્સમાંથી કોઈએ હાફ સેન્ચુરી નહોતી ફટકારી.

કૅપ્ટન અજિંક્ય રહાણે (૮), ઓપનર યશસ્વી જૈસવાલ (૧), પ્રિયાંક પંચાલ (૭) પૂરા ૧૦ રન પણ નહોતા કરી શક્યા, જ્યારે શ્રેયસ ઐયર (૩૭) અને સરફરાઝ ખાન (૩૪) લાંબી ઇનિંગ્સમાં ટીમને મોટું યોગદાન નહોતા આપી શક્યા. સાઉથ ઝોનના રવિશ્રીનિવાસન સાઈ કિશોરે ત્રણ અને બેસિલ થમ્પી તથા ચીપુરાપલ્લી સ્ટીફને બે-બે વિકેટ લીધી હતી. હેત પટેલને છેલ્લી સાત ઇનિંગ્સમાં આજે ત્રીજી સદી ફટકારવાની તક છે. તેનો આગલી ફેબ્રુઆરીથી અત્યાર સુધીની છ ઇનિંગ્સમાં સ્કોર્સ આ પ્રમાણે હતો : ૬, ૧૮૫, ૧૫૪, ૭, ૬૭ અને બે રન. ગઈ કાલે તે ૯૬ રને રમી રહ્યો હતો અને સદીથી ચાર જ ડગલાં દૂર હતો.

22 September, 2022 02:24 PM IST | coimbatore | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

ફિન્ચ-વેડ હીરો, પણ મિચલ સ્ટાર્ક સુપરહીરો

કૅચ છૂટ્યા એટલે ઑસ્ટ્રેલિયાને વેસ્ટ ઇન્ડીઝ સામેના થ્રિલરમાં સેકન્ડ-લાસ્ટ બૉલ પર જીતવા મળી ગયું

06 October, 2022 11:43 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

હરમન, મંધાનામાંથી કોણ ભારતની પ્રથમ આઇસીસી અવૉર્ડ વિજેતા?

અક્ષર પટેલ પણ પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ માટે નૉમિનેટ : કૅમેરન ગ્રીન પણ રેસમાં

06 October, 2022 11:30 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ વન-ડે

મૅચનો સમય બપોરે ૧.૩૦ વાગ્યાથી

06 October, 2022 11:24 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK