દિનેશ કાર્તિક IPL 2025માં બૅન્ગલોર માટે બૅટિંગ-કોચની ભૂમિકામાં જોવા મળશે.
દિનેશ કાર્તિક
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે ભારતીય ક્રિકેટ ટીમના ભાવિ કૅપ્ટન વિશે મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે કહ્યું હતું કે ‘મારા મગજમાં બે ખેલાડીઓ છે જે રોહિત શર્માની જગ્યા લઈ શકે છે : એક રિષભ પંત અને બીજો શુભમન ગિલ. બન્ને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ટીમના કૅપ્ટન છે. મને લાગે છે કે સમય જતાં તેમની પાસે ભારત માટે તમામ ફૉર્મેટના કૅપ્ટન બનવાની તક છે.’
આવતા વર્ષે સાઉથ આફ્રિકાની લીગ SA20માં પહેલા ભારતીય ખેલાડી તરીકે રમવા આતુર દિનેશ કાર્તિક IPL 2025માં બૅન્ગલોર માટે બૅટિંગ-કોચની ભૂમિકામાં જોવા મળશે.