° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


CSKના વિજયને અશ્રુભીની આખે વધાવનાર બાળકોને ધોનીએ આપી આ ગિફ્ટ

11 October, 2021 05:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક વીડિયોમાં, જે હવે સોશિયલ મીડિયા પર વ્યાપકપણે પ્રસારિત થઈ રહ્યો છે, બે બાળકો ચેન્નાઈ સુપર કિંગ્સના વિજય બાદ ઉજવણી કરી રહ્યા છે.

એમએસ ધોની

એમએસ ધોની

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ક્વોલિફાયર-૧માં એમએસ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ માટે વિનિંગ રન બનાવ્યા બાદ ધોનીના ચાહકો અને સમર્થકોએ ઉજવણીના ટ્વીટ્સ અને મીમ્સ સાથે સોશિયલ મીડિયાને છલકાવી દીધું હતું. દુબઈ સ્ટેડિયમના કેમેરાએ ટીમની જીત પર આનંદ વ્યક્ત કરતા ઘણા ચાહકોની પ્રતિક્રિયાઓ પણ કેદ કરી હતી. જોકે, બે યુવા ચાહકોનો વીડિયો ખૂબ વાયરલ થયો છે, જે ટીમના વિજય બાદ પોતાના હર્ષના આંસુ રોકી શક્યા ન હતા. તે ખુદ ધોની સહિત ઘણા લોકોના ધ્યાનમાં આવ્યા હતા, ત્યાર બાદ ધોનીએ આ બાળકોને પોતાના ઑટોગ્રાફ વાળો બોલ ભેટ આપીને તેમના માટે આ ક્ષણ યાદગાર બનાવી દીધી હતી.

એક વીડિયોમાં, જે હવે સોશિયલ મીડિયા પર વ્યાપકપણે પ્રસારિત થઈ રહ્યો છે, બે બાળકો ચેન્નાઈ સુપર કિંગ્સના વિજય બાદ ઉજવણી કરી રહ્યા છે.

અન્ય એક ક્લિપમાં, 40 વર્ષીય CSK કેપ્ટન બે બાળકોને ઓટોગ્રાફ્ડ બોલ ગિફ્ટ કરતા જોવા મળે છે. વાયરલ વીડિયો શેર કરતી વખતે એક યુઝરે ટ્વિટ કર્યું જેમાં ધોની બે બાળકોને બોલ આપતા જોવા મળે છે, જે ભેટ મળ્યા પછી સ્પષ્ટ રીતે બાળકો આનંદિત થયા છે.

ઓનલાઈન શેર થયા બાદથી, બંને વીડિયો વાયરલ થયા છે જેમાં ઘણાએ યુવા ચાહકો પ્રત્યે ધોનીના મીઠા ભાવની પ્રશંસા કરી છે.

11 October, 2021 05:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

નવી IPL ટીમની જાહેરાત બાદ સૌરવ ગાંગુલીને કેમ આપવું પડ્યું રાજીનામુ, જાણો અહીં...

બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ATK Mohun Baganના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. તેમણે આની પાછળના કારણો પણ જણાવ્યા છે. 

27 October, 2021 07:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

જો આવું થાય તો IPLની અમદાવાદ ફ્રેન્ચાઈઝી મળી શકે છે અદાણી ગ્રુપને

ભારતમાં સટ્ટા પર પ્રતિબંધ છે અને CVC એ સટ્ટા સાથે સંબંધિત કંપનીમાં રોકાણ કર્યુ હોવાથી તેને અયોગ્ય ઠેરવી શકે છે.

27 October, 2021 05:29 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

૫૨૫ કરોડને લીધે ગુજરાતીના હાથમાંથી અમદાવાદ સરકી ગયું

લંડનની સીવીસી કૅપિટલે ૫૬૨૫ કરોડ રૂપિયામાં ખરીદી લીધી અમદાવાદની ટીમ : લખનઉની ટીમ ગોએન્કાએ ૭૦૯૦ કરોડ રૂપિયામાં ખરીદી : આઇપીએલની નવી બે ટીમ ખરીદી લેવા માટે લાગી અધધધ રૂપિયાની બોલી

26 October, 2021 08:50 IST | Dubai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK