વૉર્નરની પત્ની બની પ્રીતિ ઝિન્ટા
કૅન્ડિસ
ઇન્જરીને લીધે મેદાનમાં ન ઊતરી શકતો ડેવિડ વૉર્નર તેના ફૅન્સનું સોશ્યલ મીડિયમાં મનોરંજન કરી રહ્યો છે. વૉર્નરે તેની પત્ની કૅન્ડિસનો એક અનોખા લુકનો વિડિયો શૅર કરીને બધાને ચોંકાવી દીધા હતા અને ખુશ કરી દીધા હતા. આ વિડિયોમાં તેની પત્ની હિન્દી ફિલ્મ ‘દિલ હૈ તુમ્હારા’ના ‘દિલ ગલા લિયા’ ગીત પર પ્રીતિ ઝિન્ટાના લુકમાં ડાન્સ કરતી જોવા મળે છે. વૉર્નરે આ વિડિયો તેની પત્નીને જાણ કર્યા વગર પોસ્ટ કર્યો હોય અેમ લાગે છે, કેમ કે વિડિયો સાથે તેણે લખ્યું હતું ‘ઓળખો, આમાં કૅન્ડિસ વૉર્નર કોણ છે? મારી પત્ની મને મારી નાખશે.’