દેશના ૧૪૪ વર્ષના ઇતિહાસમાં આવો પ્રથમ બનાવ : સ્ટીવ સ્મિથ વાઇસ-કૅપ્ટન : ટિમ પેઇન મેન્ટલ-હેલ્થ બ્રેક પર
પૅટ કમિન્સ
પૅટ કમિન્સ ફુલટાઇમ ધોરણે ઑસ્ટ્રેલિયાનો પ્રથમ ફાસ્ટ બોલર કૅપ્ટન બન્યો છે. ગઈ કાલે ઇંગ્લૅન્ડ સામેની આગામી ઍશિઝ ટેસ્ટ સિરીઝ માટેની ટીમના સુકાનીપદે તેની નિયુક્તિ થઈ હતી. ભૂતપૂર્વ સુકાની સ્ટીવ સ્મિથને વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. ટિમ પેઇને ચાર વર્ષ પહેલાં ક્રિકેટ અસોસિએશનની ઑફિસમાંની સહ-કર્મચારીને અશ્લીલ ટેક્સ્ટ મૅસેજિસ મોકલ્યા હતા એ વિવાદ ફરી જાગતાં તેણે કૅપ્ટન્સી છોડી દીધી છે અને અચોક્કસ મુદત માટેના મેન્ટલ-હેલ્થ બ્રેક પર જતો રહ્યો છે. તે ફરી ક્યારે મેદાનમાં જોવા મળશે એ મોટો પ્રશ્ન છે.
અગાઉ ઑસ્ટ્રેલિયા વતી ૧૯૫૬માં ફાસ્ટ બોલર રે લિન્ડવૉલે માત્ર એક મૅચ માટે ઑસ્ટ્રેલિયાનું નેતૃત્વ સંભાળ્યું હતું. ઑસ્ટ્રેલિયા ૧૪૪ વર્ષથી (ટેસ્ટ-ક્રિકેટના ૧૮૭૭ના પ્રથમ દિવસથી) ટેસ્ટ-ક્રિકેટ રમે છે અને ક્યારેય એણે ફુલટાઇમ ધોરણે ફાસ્ટ બોલરને કૅપ્ટન્સી નહોતી સોંપી, પણ કમિન્સને આ માન મળ્યું છે.
1
ટેસ્ટ-બોલરોમાં પૅટ કમિન્સની આટલામી આઇસીસી રૅન્ક છે. અશ્વિન બીજા નંબરે અને સાઉધી ત્રીજા નંબરે છે.
ADVERTISEMENT
47
પૅટ કમિન્સ ઑસ્ટ્રેલિયાનો કુલ આટલામો ટેસ્ટ-સુકાની બન્યો છે.