° °

આજનું ઇ-પેપર
Monday, 23 May, 2022


પુજારાના અણનમ ૧૨૫, કાઉન્ટીમાં સાતમી ઇનિંગ્સમાં ચોથી સેન્ચુરી કરી

09 May, 2022 12:29 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલી ઇનિંગ્સમાં તે ફક્ત ૧૬ રન બનાવી શક્યો હતો, પણ બીજી ઇનિંગ્સમાં કસર પૂરી કરી લીધી હતી

ચેતેશ્વર પુજારા

ચેતેશ્વર પુજારા

છેલ્લા કેટલાય સમયથી ઇન્ટરનૅશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં નબળા પર્ફોર્મન્સને ભૂલવા અને ભુલાવી દેવા ઇંગ્લિશ કાઉન્ટી રમવા ગયેલો સૌરાષ્ટ્રનો ચેતેશ્વર પુજારા ભારે કમાલ કરી રહ્યો છે. પુજારા સસેક્સ વતી રમતાં મિડલસેક્સ સામે ત્રીજા દિવસે બીજી ઇનિંગ્સમાં ૧૪૯ બૉલમાં બે સિક્સર અને ૧૬ ફોર સાથે અણનમ ૧૨૫ રનની લાજવાબ ઇનિંગ્સ રમ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં તે ફક્ત ૧૬ રન બનાવી શક્યો હતો, પણ બીજી ઇનિંગ્સમાં કસર પૂરી કરી લીધી હતી. બીજી ઇનિંગ્સમાં તેની ટીમ ૧.૧ ઓવરમાં ૬ રનમાં બે વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, પણ પુજારા ટૉમ ઍલસોપ (૬૬) સાથે ૧૩૮ રનની અને ત્યાર બાદ ટૉમ ક્લાર્ક (અણનમ ૨૬) સાથે અણનમ ૯૬ રનની પાર્ટનરશિપ સાથે ટીમની વહારે આવ્યો હતો. ‍પુજારાએ પાકિસ્તાનના બોલર શાહિદ શાહ આફ્રિદીની અપર કટ દ્વારા મારેલી સિક્સરે પણ ચાહકોનાં દિલ જીતી લીધાં હતાં.

શ્રીલંકા સામેની સિરીઝમાંથી ડ્રૉપ થયા બાદ ફરી લય મેળવવા કાઉન્ટી રમવા ગયેલા પુજારાએ અત્યાર સુધી સાત ઇનિંગ્સમાં બે ડબલ સેન્ચુરી અને બે સેન્ચુરી સાથે ૬૬૨ રન ખડકી દીધા છે. 

09 May, 2022 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

પુજારા-રિઝવાનનું કાઉન્ટી ટીમમાં એકસાથે ડેબ્યુ

ભારતના ચેતેશ્વર પુજારા અને પાકિસ્તાનના વિકેટકીપર-બૅટર મોહમ્મદ રિઝવાને ગઈ કાલે ઇંગ્લૅન્ડની સસેક્સ કાઉન્ટી ટીમમાં એકસાથે ડેબ્યુ કર્યું હતું.

15 April, 2022 03:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

News In Shorts: પુજારા વિઝાની અડચણને લીધે પહેલી મૅચ ગુમાવશે

ભારતનો ભરોસાપાત્ર બૅટર ચેતેશ્વર પુજારા વિઝાને લગતી અમુક અડચણને કારણે ઇંગ્લૅન્ડની સસેક્સ કાઉન્ટી વતી આવતા અઠવાડિયા સુધી ડેબ્યુ નહીં કરી શકે.

06 April, 2022 12:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ચેતેશ્વર પુજારાનો ચોથી કાઉન્ટી ક્લબ સાથે કરાર

ચેતેશ્વર પુજારાને આઇપીએલની હરાજીમાં કોઈ પણ ટીમે ન ખરીદ્યો, ત્યાર પછી તેને શ્રીલંકા સામેની ટેસ્ટ-સિરીઝ માટેની ટીમમાં સામેલ ન કરાયો

11 March, 2022 05:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK