સિડની-ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં ૩૩ રને આઉટ થયો ત્યારે ૧૦,૦૦૦ ટેસ્ટ-રન પૂરા કરવા પાંચ રન ખૂટતા હતા, ગઈ કાલે બીજી ઇનિંગ્સમાં ચાર રન પર આઉટ થઈ ગયો
પ્રસિદ્ધ ક્રિષ્નાના બૉલમાં આઉટ થયા બાદ ખૂબ જ નિરાશ થઈ ગયેલો સ્મિથ.
બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ટ્રૅવિસ હેડ (૪૪૮) અને યશસ્વી જાયસવાલ (૩૯૧) બાદ સ્ટીવ સ્મિથે (૩૧૪) સૌથી વધુ રન ફટકાર્યા હતા. તે ગઈ કાલે પણ ૧૦,૦૦૦ ટેસ્ટ-રન પૂરા નહોતો કરી શક્યો. સિડની ટેસ્ટ-મૅચની પહેલી ઇનિંગ્સમાં તે ૩૩ રને આઉટ થતાં આ માઇલસ્ટોનથી પાંચ રન દૂર રહ્યો, જ્યારે બીજી ઇનિંગ્સમાં ચાર રને કૅચઆઉટ થઈ તે એક રનથી આ સિદ્ધિ મેળવતાં ચૂક્યો હતો.
તે ૯૯૯૯ ટેસ્ટ-રન પર આઉટ થનાર શ્રીલંકાના માહેલા જયવર્દને બાદ બીજો ક્રિકેટર બન્યો છે, જ્યારે ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના કોઈ બૅટરને ૯૯૯૯ ટેસ્ટ-રને આઉટ કરનારો પહેલો બોલર બની ગયો છે; કારણ કે ૨૦૧૧માં સાઉથ આફ્રિકા સામે માહેલા જયવર્દને ૯૯૯૯ ટેસ્ટ-રન પર રન-આઉટ થયો હતો.