Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બેન સ્ટોક્સે ઇંગ્લૅન્ડને પહોંચાડ્યું સેમી ફાઇનલમાં

બેન સ્ટોક્સે ઇંગ્લૅન્ડને પહોંચાડ્યું સેમી ફાઇનલમાં

06 November, 2022 06:16 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રીલંકાને ચાર વિકેટે હરાવ્યું, યજમાન ઑસ્ટ્રેલિયા ટુર્નામેન્ટમાંથી આઉટ

બેન સ્ટોક્સે ઇંગ્લૅન્ડને પહોંચાડ્યું સેમી ફાઇનલમાં

બેન સ્ટોક્સે ઇંગ્લૅન્ડને પહોંચાડ્યું સેમી ફાઇનલમાં


બેન સ્ટોક્સના અનુભવના આધારે ઇંગ્લૅન્ડે શ્રીલંકાને ચાર વિકેટે હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને આ પરિણામના આધારે યજમાન ઑસ્ટ્રેલિયા ટી૨૦ વર્લ્ડ કપની ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગયું છે. શ્રીલંકાના ઓપનર પથુમ નિસાન્કાએ ૪૫ બૉલમાં ૬૭ રન કરી શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ ઇંગ્લૅન્ડના બોલરોએ તેમને ૮ વિકેટે ૧૪૧ રન જ કરવા દીધા હતા. ચાર ઓવરમાં ૧૬ રન આપીને એક વિકેટ લેનાર આદિલ રાશિદને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો. 
સિડની ક્રિકેટ મેદાનમાં લક્ષ્યાંકનો પીછો કરતાં ઍલેક્સ હેલ્સ (૪૭ રન) અને કૅપ્ટન જોસ બટલરે (૨૮ રન) ઓપનિંગમાં ૪૩ બૉલમાં ૭૫ રનની પાર્ટનરશિપ કરી હતી. ૭૭ બૉલમાં ૬૭ રન કરવાના હતા, પરંતુ ઇંગ્લૅન્ડની અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી. પરંતુ ઇંગ્લૅન્ડના ટેસ્ટ કૅપ્ટન સ્ટોક્સે કોઈ પણ જાતની ધીરજ ગુમાવ્યા વગર ૩૬ બૉલમાં નૉટઆઉટ ૪૨ રન કરીને ટીમને વિજય અપાવ્યો હતો. ઑસ્ટ્રેલિયાના ૭ પૉઇન્ટ અને ઇંગ્લૅન્ડના પણ ૭ પૉઇન્ટ હતા, પરંતુ સારા રનરેટને કારણે ઇંગ્લૅન્ડ ક્વૉલિફાય થયું છે. 


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2022 06:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK