સ્ટોક્સ, ઍન્ડરસન અને આર્ચર ભારત આવી રહ્યા છે
સ્ટોક્સ, ઍન્ડરસન અને આર્ચર
ઇંગ્લૅન્ડે ભારત સામે પાંચમી ફેબ્રુઆરીથી ચેન્નઈમાં શરૂ થનારી ચાર ટેસ્ટ મૅચની સિરીઝમાંની શરૂઆતની બે ટેસ્ટ મૅચ માટે ઇંગ્લૅન્ડ ટીમની સ્ક્વૉડ જાહેર કરી દીધી છે. અનુભવી જિમી ઍન્ડરસન સાથે ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ અને પેસ બોલર જોફ્રા આર્ચરનો સ્ક્વૉડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં ચાલી રહેલી શ્રીલંકા સામેની સિરીઝમાં આ ત્રણેય ખેલાડીઓનો સમાવેશ નહોતો કરવામાં આવ્યો. ટીમનું નેતૃત્વ જો રૂટ કરશે. ઇંગ્લૅન્ડ ટીમની સ્ક્વૉડ આ પ્રમાણે રહેશે: જો રૂટ, જોફ્રા આર્ચર, મોઇન અલી, જેમ્સ ઍન્ડરસન, ડોમ બેસ, સ્ટુઅર્ટ બ્રૉડ, રૉરી બર્ન્સ, જોસ બટલર, ઝેક ક્રાઉલી, બેન ફોક્સ, ડૅન લૉરેન્સ, જૅક લીચ, બેન સ્ટોક્સ, ઓલી સ્ટોન, ક્રિસ વૉક્સ.