° °

આજનું ઇ-પેપર
Tuesday, 09 August, 2022


સ્ટમ્પ્સ પરથી ઊડેલી બેલ વૉર્નરને પ્રાઇવેટ પાર્ટ પર વાગી

02 July, 2022 05:45 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રીલંકાની ઇનિંગ્સની ૨૩મી ઓવર સ્પિનર ટ્રેવિસ હેડે કરી હતી જેમાં શ્રીલંકાના જેફરી વૅન્ડરસેની ઇન્સાઇડ એજ લાગી હતી અને બૉલ સીધો સ્ટમ્પ્સ પર જતાં તે ક્લીન બોલ્ડ થયો હતો

સ્ટમ્પ્સ પરથી ઊડેલી બેલ વૉર્નરને પ્રાઇવેટ પાર્ટ પર વાગી

સ્ટમ્પ્સ પરથી ઊડેલી બેલ વૉર્નરને પ્રાઇવેટ પાર્ટ પર વાગી

ગૉલમાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયાને પાંચ રનનો નજીવો લક્ષ્યાંક મળ્યો ત્યાર બાદ ડેવિડ વૉર્નરે ફક્ત બે સ્કોરિંગ શૉટ (૪ અને ૬)માં એ અપાવી દીધો હતો, પરંતુ એ પહેલાં તેને ફીલ્ડિંગ દરમ્યાન લેગ સ્લિપમાં વિચિત્ર બનાવમાં ખરાબ અનુભવ થયો હતો. શ્રીલંકાની ઇનિંગ્સની ૨૩મી ઓવર સ્પિનર ટ્રેવિસ હેડે કરી હતી જેમાં શ્રીલંકાના જેફરી વૅન્ડરસેની ઇન્સાઇડ એજ લાગી હતી અને બૉલ સીધો સ્ટમ્પ્સ પર જતાં તે ક્લીન બોલ્ડ થયો હતો. જોકે વિકેટકીપર ઍલેક્સ કૅરીનો પગ વચ્ચે હોવાથી લેગ સ્લિપમાં ફીલ્ડિંગ કરી રહેલા વૉર્નરને બેલ ઊડીને પોતાની તરફ આવી રહેલી દેખાઈ નહોતી. વૉર્નરે તો ઊછળેલો બૉલ જેફરીનો કૅચ છે એવું માનીને પોતાની ડાબી તરફ ડાઇવ મારી હતી અને ઊછળેલી બેલ તેને પ્રાઇવેટ પાર્ટ પર વાગી હતી. વૉર્નર ઈજાને કારણે નીચે બેસી પડ્યો હતો. તે બૉલ નહોતો ઝીલી શક્યો અને તે એવું માની બેઠો હતો કે તેનાથી કૅચ છૂટી ગયો છે. જોકે પછીથી તેને હકીકતની જાણ થઈ હતી.
જોકે વૉર્નરે આ ઘટનાને હળવાશથી લીધી હતી અને મૅચ પછી ટ્વિટર પર મજાકમાં બોલર ટ્રેવિસ હેડને સંબોધીને લખ્યું, ‘ઓહ ડિયર, વેલ બોલ્ડ હિડી, પરંતુ જોયુંને મારી શું હાલત થઈ!’ પછીથી ટ્વિટર પર વૉર્નરના કેટલાક સાથી-ખેલાડીઓએ લાફિંગ ઇમોજિસ સાથે હળવી ટકોર કરી હતી.

02 July, 2022 05:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

એમ્મા લૅમ્બ અને જયસૂર્યાને અવૉર્ડ

માત્ર ૭ ઇન્ટરનૅશનલ મૅચ રમનાર લૅમ્બ સાઉથ આફ્રિકા સામેની તાજેતરની વન-ડે સિરીઝની સ્ટાર-પ્લેયર હતી

09 August, 2022 03:36 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

કોવિડની દરદી રમી ભારત સામેની ફાઇનલમાં

મનવેલ્થ ગેમ્સ ઑસ્ટ્રેલિયા, ઑસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ, કૉમનવેલ્થ ગેમ્સ ફેડરેશન અને આઇસીસી વચ્ચે મૅક્ગ્રાના મુદ્દે ચર્ચા થઈ હતી

09 August, 2022 03:35 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ભારતે ૨૦ મિનિટમાં ગુમાવી દીધો ઐતિહાસિક ટી૨૦ ગોલ્ડ

કૉમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં ૩૪ રનમાં છેલ્લી ૮ વિકેટ ગુમાવી દીધી અને હરમન ઍન્ડ કંપની માટે સુવર્ણચંદ્રક ફેરવાઈ ગયો રજત પદકમાં

09 August, 2022 03:35 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK