સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ફરી એક વાર ત્રણ ભારતીય ક્રિકેટરને ઇન્ટરનૅશનલ ડેબ્યુની તક મળી શકે છે
સૂર્યકુમાર યાદવ (ડાબે) યશ દયાલ (જમણે ઉપર), વિજયકુમાર વ્યશક (જમણે વચ્ચે), રમણદીપ સિંહ (જમણે નીચે)
મુંબઈકર સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમ આઠથી ૧૫ નવેમ્બરે સાઉથ આફ્રિકા સામે એની જ ધરતી પર ચાર મૅચની T20 સિરીઝ રમશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ફરી એક વાર ત્રણ ભારતીય ક્રિકેટરને ઇન્ટરનૅશનલ ડેબ્યુની તક મળી શકે છે. બંગલાદેશ સામેની ટેસ્ટ-સિરીઝ દરમ્યાન ફાસ્ટ બોલર યશ દયાલ ડેબ્યુ કરી શક્યો નહોતો, તે આ T20 સિરીઝથી ઇન્ટરનૅશનલ ડેબ્યુની આશા રાખશે. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુનો તેના સાથી બોલર વિજયકુમાર વ્યશકને પણ સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે.
પંજાબનો ઑલરાઉન્ડર રમણદીપ સિંહ પણ ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરી શકે છે. તેણે મેન્સ ઇમર્જિંગ એશિયા કપ 2024ની સેમી ફાઇનલમાં અફઘાનિસ્તાન સામે ૬૪ રનની શાનદાર ઇનિંગ્સ રમી અને ગ્રુપ-સ્ટેજની બે મૅચમાં ત્રણ વિકેટ પણ ઝડપી છે. ટેસ્ટ-સ્ક્વૉડમાં સ્થાન ન મેળવી શકનાર ઑલરાઉન્ડર અક્ષર પટેલને T20 સ્ક્વૉડમાં એન્ટ્રી મળી છે.
ADVERTISEMENT
યશ દયાલનો T20 રેકૉર્ડ
મૅચ : ૫૬વિકેટ : ૫૩
વિજયકુમાર વ્યશકનો T20 રેકૉર્ડ
મૅચ : ૩૦વિકેટ : ૪૨
રમણદીપ સિંહનો T20 રેકૉર્ડ
મૅચ : ૫૭, રન : ૫૫૪, વિકેટ : ૧૬


