° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


ઑસ્ટ્રેલિયાના ગ્રેટ બૅટ્સમૅન માઇક હસીની ઓચિંતી નિવૃત્તિ

30 December, 2012 04:24 AM IST |

ઑસ્ટ્રેલિયાના ગ્રેટ બૅટ્સમૅન માઇક હસીની ઓચિંતી નિવૃત્તિ

ઑસ્ટ્રેલિયાના ગ્રેટ બૅટ્સમૅન માઇક હસીની ઓચિંતી નિવૃત્તિસિડની: ઑસ્ટ્રેલિયન ક્રિકેટે અને ખાસ કરીને માઇકલ ક્લાર્કના નેતૃત્વવાળી ટીમે એક મહિનામાં બે મહાન પ્લેયરો ગુમાવ્યા છે. ૨૯ નવેમ્બરે રિકી પૉન્ટિંગે નિવૃત્તિ જાહેર કરી હતી અને ગઈ કાલે (૨૯ ડિસેમ્બર) માઇક હસીએ ઓચિંતું રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું. ૩૭ વર્ષનો હસી ૩ જાન્યુઆરીએ સિડનીમાં શ્રીલંકા સામે રમાનારી ત્રીજી અને છેલ્લી ટેસ્ટ-મૅચ પછી ટેસ્ટ-ક્રિકેટ નહીં રમે. જોકે તે બે મહિના વન-ડે ક્રિકેટ રમતો રહેશે અને ફેબ્રુઆરીની વેસ્ટ ઇન્ડીઝ તથા શ્રીલંકા સામેની ટ્રાયેન્ગ્યુલર પછી વન-ડે ક્રિકેટને પણ અલવિદા કરશે.

હસી નિવૃત્તિ માટે ઘણા દિવસોથી વિચારી રહ્યો હતો. તેના સાથીપ્લેયરોને તેમ જ કોચ મિકી આર્થરને તેના રિટાયરમેન્ટના નિર્ણયથી આંચકો લાગ્યો છે.

હસી ૨૦૦૭માં ઑસ્ટ્રેલિયાએ જીતેલા વન-ડેના વલ્ર્ડ કપની ટીમનો પ્લેયર હતો. તે મેદાન પર તેમ જ મેદાનની બહાર શાંત અને મળતાવડા સ્વભાવને કારણે ટીમમાં તેમ જ તેના અસંખ્ય ચાહકોમાં પ્રિય છે.

કયા આઠ કારણસર રિટાયર થયો?

હસીએ આઠ કારણસર નિવૃત્તિ લીધી છે. તેણે ગઈ કાલે રિટાયરમેન્ટની જાહેરાત કરતા પત્રકારોને કહ્યું હતું કે ‘મેં ઘણો વિચાર કર્યા પછી નિવૃત્તિનો નિર્ણય લીધો હતો. મને ખ્યાલમાં હતું કે થોડા મહિનાઓથી હું સારું રમી રહ્યો છું, પરંતુ કેટલીક બાબતો એવી છે જેણે મને આ નિર્ણય લેવા મજબૂર કર્યો હતો. વિદેશપ્રવાસોને કારણે દિવસો સુધી ઘરથી દૂર રહેવું મને ગમતું નહોતું, સતત ટ્રાવેલ કરવું પણ હવે મને પસંદ નહોતું, સતત પ્રૅક્ટિસ કરવી પણ નહોતી ગમતી, એકધારા પ્રેશરને લીધે કંટાળી ગયો હતો, ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં અતિશય સ્ટ્રેસ પણ રહેતું હોય છે જે હવે મારે ટાળવું છે, મારામાં હવે પહેલાં જેવો રમવાનો ઉત્સાહ નથી, હરીફોનો પડકાર ઝીલવાની બાબતમાં અગાઉ જેવો જોશ પણ નથી રહ્યો અને સૌથી મોટી વાત એ છે કે ઘણા પ્લેયરો પોતાની શરતે અર્થાત્ માથું ઊચું રાખીને નિવૃત્તિ લેતા હોય છે અને એવું કરવાનું સદભાગ્ય મને મળ્યું છે.’

ભારતના પ્રવાસની ઇચ્છા હતી

હસીએ ગઈ કાલે રિટાયરમેન્ટની જાહેરાત વખતે જર્નલિસ્ટોને કહ્યું હતું કે ‘ફેબ્રુઆરીમાં ભારતનો પ્રવાસ કરવાની મને ખૂબ ઇચ્છા હતી. ત્યાર પછી ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ સિરીઝમાં પણ રમવું હતું, પરંતુ મેં જણાવેલા કારણોસર હવે એ બધી ઇચ્છાઓ પૂરી કરવાનું મેં ટાળ્યું છે.’

૩૦ વર્ષની ઉંમરે કરીઅર શરૂ કરી

ક્રિકેટર ૩૦ વર્ષનો થાય એટલે ક્રિકેટજગતની ભાષામાં તે ઘરડો કહેવાય છે, કારણ કે આ ઉંમરે તેના સ્નાયુઓ યુવાન વયમાં હોય એટલા ચુસ્ત નથી હોતા અને તે ઈજા પામતાં બહુ જલદી સાજો પણ નથી થતો. ટૂંકમાં, તેને તેનું શરીર યુવાન વય જેટલું સાથ નથી આપતું. જોકે માઇકલ હસીએ ૩૦ વર્ષની ઉંમરે ઇન્ટરનૅશનલ કરીઅર શરૂ કરી હતી. તે ૨૦૦૪માં પહેલી વન-ડે રમ્યો ત્યારે ૩૦ વર્ષનો હતો અને ૮ વર્ષમાં તેની કરીઅર પર પડદો પણ પડી રહ્યો છે.

ઑસ્ટ્રેલિયાનો ૩૯૩મો ટેસ્ટ-પ્લેયર


માઇક હસી ઑસ્ટ્રેલિયાનો ૩૯૩મા નંબરનો ટેસ્ટ-પ્લેયર છે અને તે ૭૯મી ટેસ્ટને અંતે એમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે.

સૌથી વધુ રન અને હાઇએસ્ટ ઇંગ્લૅન્ડ સામે

પૂરું નામ : માઇકલ એડવર્ડ કિલીન હસી


જન્મ : ૨૭ મે ૧૯૭૫ (પર્થ)

ઉંમર : ૩૭ વર્ષ ૨૧૭ દિવસ

મુખ્ય ટીમો : ઑસ્ટ્રેલિયા, ચેન્નઈ સુપર કિંગ્સ, ડર્હામ, ગ્લુસ્ટશર, નૉર્ધમ્પ્ટનશર, વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા

હુલામણા નામ : મિસ્ટર ક્રિકેટ, હસ

ફીલ્ડિંગ પોઝિશન : ગલી

ટેસ્ટકરીઅર

મૅચ : ૭૮, ઇનિંગ્સ : ૧૩૫, નૉટઆઉટ : ૧૫, બૉલ રમ્યો: ૧૨,૩૪૩, રન : ૬૧૮૩, હાઇએસ્ટ : ૧૯૫ (ઇંગ્લૅન્ડ સામે), બૅટિંગઍવરેજ : ૫૧.૫૨, સેન્ચુરી : ૧૯, હાફ સેન્ચુરી : ૨૯, સિક્સર : ૩૯, ફોર : ૬૮૩, કૅચ : ૮૧, વિકેટ : ૭, પ્રથમ ટેસ્ટ : નવેમ્બર ૨૦૦૫ (બ્રિસ્બેનમાં વેસ્ટ ઇન્ડીઝ સામે), સૌથી વધુ રન : ૧૩૦૪ (ઇંગ્લૅન્ડ સામે ૧૫ મૅચમાં), ભારત સામે પફોર્ર્મન્સ : ૧૪ મૅચમાં ૧૦૭૮ રન.

વન-ડે કરીઅર

મૅચ : ૧૮૫, ઇનિંગ્સ : ૧૫૭, નૉટઆઉટ : ૪૪,

બૉલ રમ્યો : ૬૨૪૩, રન : ૫૪૪૨, હાઇએસ્ટ : ૧૦૯ નૉટઆઉટ (વેસ્ટ ઇન્ડીઝ સામે), બૅટિંગઍવરેજ : ૪૮.૧૫, સેન્ચુરી : ૩, હાફ સેન્ચુરી : ૩૯, સિક્સર : ૮૦,

ફોર : ૩૮૩, કૅચ : ૧૦૫, વિકેટ : ૨,

પ્રથમ વન-ડે : ફેબ્રુઆરી ૨૦૦૪ (પર્થમાં ભારત સામે), સૌથી વધુ રન : ૧૦૩૮ (ન્યુ ઝીલૅન્ડ સામે ૩૦ મૅચમાં), ભારત સામે પફોર્ર્મન્સ : ૨૧ મૅચમાં ૭૭૦ રન.

નોંધ : માઇકલ હસી ૩૮ વ્૨૦ રમ્યો છે જેમાં તેણે ચાર હાફ સેન્ચુરીની મદદથી ૭૨૧ રન બનાવ્યા છે.

30 December, 2012 04:24 AM IST |

અન્ય લેખો

ક્રિકેટ

માનસિક સ્વાસ્થ્ય જાળવવા સ્ટોક્સે લીધો ક્રિકેટમાંથી બ્રેક

ભારત સામેની ટેસ્ટ સિરીઝ ઉપરાંત કદાચ ટી૨૦ વર્લ્ડ કપ અને આઇપીએલમાં પણ નહીં રમે.

01 August, 2021 04:40 IST | mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ગુણાથિલકા , ડિકવેલા અને મેન્ડિસ પર એક વર્ષનો બૅન

ઇંગ્લૅન્ડની ટૂર દરમ્યાન કોવિડ-19ના પ્રોટોકોલના ઉલ્લઘંન બદલ આ પ્રતિબંધ ઉપરાંત માટે એક કરોડ શ્રીલંકન રૂપિયાનો દંડ પણ ફટકારાયો.

01 August, 2021 04:35 IST | mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ત્રણ ‘પૉઝિટિવ’ પ્લેયરો વિના ટીમ ઇન્ડિયા પાછી આવી

ચહલ અને ગૌતમ અગાઉ જ આઠ આઇસોલેટેડ ખેલાડીઓમાં હતા.

31 July, 2021 08:58 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK