Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ફિન્ચ-વેડ હીરો, પણ મિચલ સ્ટાર્ક સુપરહીરો

ફિન્ચ-વેડ હીરો, પણ મિચલ સ્ટાર્ક સુપરહીરો

06 October, 2022 11:43 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅચ છૂટ્યા એટલે ઑસ્ટ્રેલિયાને વેસ્ટ ઇન્ડીઝ સામેના થ્રિલરમાં સેકન્ડ-લાસ્ટ બૉલ પર જીતવા મળી ગયું

કૅરિબિયન ફીલ્ડર કાઇલ માયર્સે મૅચના થર્ડ-લાસ્ટ બૉલમાં સ્ટાર્કનો કૅચ છોડ્યો હતો

Australia Vs West indies

કૅરિબિયન ફીલ્ડર કાઇલ માયર્સે મૅચના થર્ડ-લાસ્ટ બૉલમાં સ્ટાર્કનો કૅચ છોડ્યો હતો


ઑસ્ટ્રેલિયામાં ક્વીન્સલૅન્ડ સ્ટેટના કરારા શહેરમાં ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી સિરીઝની દિલધડક પ્રથમ ટી૨૦ મૅચ ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાએ ફક્ત એક બૉલ બાકી રાખીને ત્રણ વિકેટના માર્જિનથી જીતી લીધી હતી. કૅપ્ટન ઍરોન ફિન્ચ (૫૩ બૉલમાં ૫૮ રન) મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો અને તેને ગ્લેન મૅક્સવેલ તથા ટિમ ડેવિડ ઝીરોમાં આઉટ થયા બાદ વિકેટકીપર મૅથ્યુ વેડ (૨૯ બૉલમાં ૩૯ અણનમ)નો બહુ સારો સાથ મળ્યો હતો, પરંતુ ટી૨૦માં છેલ્લી પળોમાં આવતા વળાંકને લીધે મૅચનું પાસું પલટાઈ જતું હોય છે અને એમાં મિચલ સ્ટાર્કે (૪ બૉલમાં ૬ અણનમ) મોટી ભૂમિકા ભજવી હતી.

નિકોલસ પૂરનની ટીમે ૯ વિકેટે ૧૪૫ રન બનાવ્યા બાદ ફિન્ચ ઍન્ડ કંપની જીતની જ્યારે લગોલગ પહોંચી અને ૨૦મી ઓવરમાં ૧૧ રન બનાવવાના હતા ત્યારે ખરો જંગ શરૂ થયો હતો. લેફ્ટ-આર્મ શેલ્ડન કૉટ્રેલેની એ ઓવરના પહેલા ત્રણ બૉલમાં મૅથ્યુ વેડે કુલ ૭ રન બનાવ્યા હતા. જોકે તેને રેમૉન રેઇફરના હાથે જીવતદાન મળ્યું હતું. વેડના સિંગલ બદલ ચોથા બૉલમાં સ્ટ્રાઇક પર આવેલા મિચલ સ્ટાર્કને માયર્સના હાથે લાઇફ મળી હતી. સ્ટાર્કે ચોથા અને પાંચમા બૉલમાં ગમેએમ કરીને બે-બે રન બનાવીને મૅચને ૧૯.૫ ઓવરમાં જ ફિનિશ કરી નાખી હતી. સ્ટાર્કે કૅરિબિયનોના દાવમાં પૂરન અને જોસેફની વિકેટ પણ લીધી હતી.




સેકન્ડ-લાસ્ટ બૉલમાં વિકેટકીપર ચાર્લ્સ સાથે ટકરાયા પછી પણ સ્ટાર્ક આઉટ થતાં બચી ગયો હતો. તસવીર એ.એફ.પી.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2022 11:43 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK