Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > લાયનની ૬ વિકેટ : ઑસ્ટ્રેલિયાએ ફ્રૅન્ક વૉરેલ ટ્રોફી જાળવી રાખી

લાયનની ૬ વિકેટ : ઑસ્ટ્રેલિયાએ ફ્રૅન્ક વૉરેલ ટ્રોફી જાળવી રાખી

05 December, 2022 11:42 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માર્નસ લાબુશેનને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

ઑફ-સ્પિનર નૅથન લાયન Australia Vs West indies

ઑફ-સ્પિનર નૅથન લાયન


પર્થમાં ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝને સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ૧૬૪ રનથી હરાવીને બે મૅચની સિરીઝમાં ૧-૦થી સરસાઈ મેળવવાની સાથે ફ્રૅન્ક વૉરેલ ટ્રોફી જાળવી રાખી હતી. ઑફ-સ્પિનર નૅથન લાયન (૪૨.૫-૧૦-૧૨૮-૬)ના તરખાટે ઑસ્ટ્રેલિયાની જીત આસાન બનાવી હતી, પરંતુ પ્રથમ દાવમાં ૨૦૪ અને બીજા દાવમાં અણનમ ૧૦૪ રન બનાવનાર માર્નસ લાબુશેનને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

ઑસ્ટ્રેલિયાના પ્રથમ દાવના ૫૯૮/૪ ડિક્લેર્ડના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝે ૨૮૩ રન બનાવ્યા પછી ઑસ્ટ્રેલિયાએ બીજા દાવના ૧૮૨/૨ ડિક્લેર્ડના સ્કોર સાથે કૅરિબિયનોને ૪૯૮નો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ તેઓ કૅપ્ટન ક્રેગ બ્રેથવેટના ૧૧૦ રન છતાં આ ટીમ ૩૩૩ રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. હવે ગુરુવારથી ઍડીલેડમાં છેલ્લી ટેસ્ટ રમાશે.


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2022 11:42 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK