વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ઑલરાઉન્ડર આન્દ્રે રસેલે T20 ક્રિકેટમાં એક નવો રેકૉર્ડ બનાવ્યો છે. તે T20 ફૉર્મેટમાં ફાસ્ટેસ્ટ ૯૦૦૦ રન ફટકારનાર ક્રિકેટર બન્યો છે
આન્દ્રે રસેલ
વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ઑલરાઉન્ડર આન્દ્રે રસેલે T20 ક્રિકેટમાં એક નવો રેકૉર્ડ બનાવ્યો છે. તે T20 ફૉર્મેટમાં ફાસ્ટેસ્ટ ૯૦૦૦ રન ફટકારનાર ક્રિકેટર બન્યો છે. ઇન્ટરનૅશનલ લીગ T20 (ILT20)માં તેણે હાલમાં લીગ મૅચમાં ગલ્ફ જાયન્ટ્સ સામે અબુ ધાબી નાઇટ રાઇડર્સ માટે માત્ર ૯ રનની ઇનિંગ્સ રમીને આ સિદ્ધિ હાંસલ કરી છે. રસેલે ફક્ત ૫૩૨૧ બૉલનો સામનો કરીને આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તેણે ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલનો અગાઉનો રેકૉર્ડ લગભગ ૬૦૦ બૉલથી તોડ્યો છે. મૅક્સવેલે આ પહેલાં ૫૯૧૫ બૉલમાં આ રેકૉર્ડ બનાવ્યો હતો.

