° °

આજનું ઇ-પેપર
Friday, 27 May, 2022


અલીસા હિલી અને કેશવ મહારાજ આઇસીસીનાં ‘પ્લેયર ઑફ ધ મન્થ’

10 May, 2022 12:57 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાજે એ શ્રેણીમાં માત્ર ૧૨.૧૨ની સરેરાશે કુલ ૧૬ વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકાએ એ સિરીઝ ૨-૦થી જીતી લીધી હતી.

અલીસા હિલી અને કેશવ મહારાજ આઇસીસીનાં ‘પ્લેયર ઑફ ધ મન્થ’

અલીસા હિલી અને કેશવ મહારાજ આઇસીસીનાં ‘પ્લેયર ઑફ ધ મન્થ’

ઑસ્ટ્રેલિયાની વિકેટકીપર-બૅટર અને ભૂતપૂર્વ ક્રિકેટર ઇયાન હિલીની ભત્રીજી અલીસા હિલીને તેમ જ સાઉથ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજને એપ્રિલ મહિના માટેના અલગ કૅટેગરીના ‘આઇસીસી પ્લેયર ઑફ ધ મન્થ’ અવૉર્ડ વિજેતા ઘોષિત કરવામાં આવ્યાં છે. જાણીતા ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કની પત્ની અલીસાને મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં વિક્રમજનક ૧૭૦ રનની મૅચ-વિનિંગ ઇનિંગ્સ બદલ અને મહારાજને તાજેતરમાં બંગલાદેશ સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં શાનદાર જીત અપાવવા બદલ આ અવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યાં છે. મહારાજે એ શ્રેણીમાં માત્ર ૧૨.૧૨ની સરેરાશે કુલ ૧૬ વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકાએ એ સિરીઝ ૨-૦થી જીતી લીધી હતી.

10 May, 2022 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

જેમાઇમા-મેઘનાએ અપાવ્યો સર્વોત્તમ સ્કોર

મુંબઈની જ પ્લેયર અને કૅપ્ટન સ્મૃતિ મંધાના ૧ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. વેલોસિટી વતી સિમરન બહાદુરે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

27 May, 2022 05:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

પાટીદાર લગ્ન મોકૂફ રાખીને આઇપીએલમાં રમવા આવ્યો છે

બૅન્ગલોરના બૅટરને હરાજીમાં કોઈએ લીધો જ નહોતો : ખરા સમયે ફટકારી સેન્ચુરી

27 May, 2022 05:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

સૌથી મોટા રણમેદાનમાં આજે ‘રૉયલ’ ટક્કર

અમદાવાદમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે ખરાખરીનો જંગ : ગુજરાતની ટીમ રાહ જોઈને બેઠી છે

27 May, 2022 05:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK