° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


મેદાનોને વરસાદથી બચાવવા સ્ટેડિયમ પર છત બનાવો : ભૂતપૂર્વ ક્રિકેટરો

21 June, 2022 11:41 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ક્રિકેટે ઓછામાં ઓછાં બે સ્ટેડિયમમાં તો રિટ્રેક્ટેબલ રૂફ બાંધવાં જ જોઈએ : ક્રિકેટર આકાશ ચોપડા

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી૨૦ સિરીઝ ૨-૨ની બરોબરી બાદ રવિવારે બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નિર્ધારિત નિર્ણાયક મૅચ વરસાદના વિઘ્નને કારણે ફક્ત ૩.૩ ઓવર બાદ પડતી મૂકવામાં આવી એ ઘટનાને ધ્યાનમાં રાખીને કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરોએ બીસીસીઆઇને અનુરોધ કર્યો છે કે દેશનાં અમુક ક્રિકેટ સ્ટેડિયમોમાં રિટ્રેક્ટેબલ રૂફ બાંધવા જોઈએ અને 
જો એવું થશે તો આખી મૅચ જ રદ કરવા જેવી નિરાશાજનક પરિસ્થિતિ નહીં જોવી પડે.

આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ સોશ્યલ મીડિયામાં પ્રેક્ષકોના આક્રોશ અને હતાશાને ધ્યાનમાં લઈને કહ્યું છે કે ‘ભારતીય ક્રિકેટે ઓછામાં ઓછાં બે સ્ટેડિયમમાં તો રિટ્રેક્ટેબલ રૂફ બાંધવાં જ જોઈએ. જો એવી છત બાંધવામાં આવશે તો વરસાદને લીધે મૅચ રદ કરવાનો વારો નહીં આવે. મૅચમાં બ્રૉડકાસ્ટરોના લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોય છે એટલે તેમનું એ નુકસાન બનેએટલું ઓછું થાય એની તકેદારી લેવી જોઈએ.’

ભૂતપૂર્વ બ્રિટિશ બૅટર કેવિન પીટરસને ભારતીય ક્રિકેટ બોર્ડને પ્રેક્ષકો તેમ જ ટીવી-દર્શકોની સુવિધા માટે સ્ટેડિયમોમાં સુધારો કરવાની સલાહ આપતાં કહ્યું છે કે ‘તાજેતરમાં આઇપીએલ માટેના આગામી પાંચ વર્ષના જે કરોડો રૂપિયાના (૪૮,૩૯૦ કરોડ રૂપિયાના) મીડિયા રાઇટ્સ બીસીસીઆઇએ વેચ્યા એ જોતાં મને લાગે છે કે હવે તો ભારતીય બોર્ડ સ્ટેડિયમના માળખામાં સુધારો લાવશે જ.’

રવિવારની મૅચના પ્રેક્ષકોને ૫૦ ટકા રીફન્ડ મળશે

કર્ણાટક ક્રિકેટ અસોસિએશને ગઈ કાલે જાહેરાત કરી હતી કે રવિવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની જે નિર્ણાયક ટી૨૦ મૅચ માત્ર ૩.૩ ઓવર (૨૧ બૉલ) બાદ વરસાદને કારણે ૧૬ મિનિટની રમત બાદ રદ કરવામાં આવી એ મૅચ જોવા સ્ટેડિયમમાં આવેલા પ્રેક્ષકોને ટિકિટનું ૫૦ ટકા રીફન્ડ આપવામાં આવશે. અસોસિએશને જણાવ્યું હતું કે ‘આઇસીસીના નિયમ મુજબ જો કોઈ મૅચમાં એક બૉલ પણ ફેંકાયો હોય તો એ સ્ટેડિયમના સત્તાવાળાઓ રીફન્ડ આપવા બંધાયેલા નથી, પરંતુ અમારા અસોસિએશને ઉત્સાહિત ક્રિકેટપ્રેમીઓને લક્ષમાં રાખીને નક્કી કર્યું છે કે તેમને ૫૦ ટકા રીફન્ડ આપવામાં આવશે.’

21 June, 2022 11:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

News In Shorts: વન-ડે બૅટિંગના ટૉપ-ટેનમાં મંધાના એકમાત્ર ભારતીય

ભારતની વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના મહિલાઓની વન-ડેના આઇસીસી રૅન્કિંગ્સમાં ટૉપ-ટેનમાં પહોંચેલી એકમાત્ર ભારતીય છે.

06 July, 2022 02:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

સાનિયા પહેલી વાર વિમ્બલ્ડનની મિક્સ્ડ-ડબલ્સ સેમી ફાઇનલમાં

આ વર્ષે ટેનિસમાંથી નિવૃત્તિ લઈ રહેલી ભારતની ટોચની ખેલાડી સાનિયા મિર્ઝા ટેનિસનાં ચાર ગ્રૅન્ડ સ્લૅમમાં ઑસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપનમાં મિક્સ્ડ-ડબલ્સનું ટાઇટલ જીતી છે

06 July, 2022 02:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ભારતીય પ્રેક્ષકો પર જાતિવાદના પ્રહાર: એજબૅસ્ટન સ્ટેડિયમના સત્તાવાળાઓએ માફી માગવી

સોમવારે ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી ટેસ્ટમાં ચોથા દિવસે ભારતતરફી પ્રેક્ષકો જાતિવાદીઓના શિકાર થયા હતા.

06 July, 2022 02:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK