તેમણે કહ્યું કે ‘હું તેને એક લીડર તરીકે જોઉં છું. તે કદાચ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં શ્રેષ્ઠ કૅપ્ટન હશે
સંજીવ ગોએન્કા
લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ના માલિક સંજીવ ગોએન્કાએ પોતાના નવા કૅપ્ટન રિષભ પંતનાં ભરપૂર વખાણ કર્યાં છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે ‘હું તેને એક લીડર તરીકે જોઉં છું. તે કદાચ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં શ્રેષ્ઠ કૅપ્ટન હશે. તે ફક્ત LSGનો જ નહીં, IPLનો પણ શ્રેષ્ઠ પ્લેયર બનશે અને ૧૦-૧૫ વર્ષ રમશે. એ સમય દરમ્યાન તે ઓછામાં ઓછાં ૫-૬ IPL ટાઇટલ જીતી શકે છે. લોકો કહે છે કે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ સૌથી સફળ ટીમો છે. એમાં કોઈ શંકા નથી કે માહી અને રોહિત ઉત્તમ કૅપ્ટન છે, પણ મારા શબ્દો યાદ રાખજો, ૧૦ વર્ષ પછી લોકો માહી અને રોહિતની સાથે રિષભનું નામ પણ લેશે. મેં આવો પ્લેયર નથી જોયો જેમાં જીત માટે આટલો જુસ્સો અને ભૂખ હોય.’

