ભારતીય ટીમ માટે T20 ઇન્ટરનૅશનલમાં ૧૩૫ રનની સૌથી મોટી ઇનિંગ્સ રમનાર અભિષેક શર્મા માટે તેના મેન્ટર યુવરાજ સિંહે સોશ્યલ મીડિયા પર શુભેચ્છાવાળી ટ્વીટ કરી હતી
અભિષેક શર્મા માટે તેના મેન્ટર યુવરાજ સિંહે સોશ્યલ મીડિયા પર શુભેચ્છાવાળી ટ્વીટ કરી
ભારતીય ટીમ માટે T20 ઇન્ટરનૅશનલમાં ૧૩૫ રનની સૌથી મોટી ઇનિંગ્સ રમનાર અભિષેક શર્મા માટે તેના મેન્ટર યુવરાજ સિંહે સોશ્યલ મીડિયા પર શુભેચ્છાવાળી ટ્વીટ કરી હતી. ૪૩ વર્ષના યુવીની ટ્વીટથી અભિષેક શર્મા ખૂબ જ ખુશ થયો હતો. જોકે પહેલી વાર તેને ઠપકો ન મળ્યો એ જોઈને તેણે થોડી મશ્કરીવાળી કમેન્ટ કરી હતી. યુવીએ ટ્વીટ કરી હતી કે ‘સારું રમ્યો અભિષેક શર્મા, હું તને ત્યાં જ જોવા માગું છું, તારા પર ગર્વ છે.’
મૅચ બાદ મીડિયા સાથેની વાતચીતમાં અભિષેકે કહ્યું હતું કે ‘મને લાગે છે કે આ પહેલી વાર છે જ્યારે તેમણે ‘હું ચંપલ મોકલીશ’ એવું લખ્યા વિના કંઈક ટ્વીટ કર્યું છે. અંતે તેમને મારા પર ગર્વ છે એટલે હું ખૂબ ખુશ છું.’
ADVERTISEMENT
ભૂતકાળમાં મૅચ દરમ્યાન કેટલીક ભૂલને લીધે અભિષેકને યુવી તરફથી અનોખા અંદાજમાં ઠપકો મળતો હતો.

