કોહલીની ટીમ આઇસીસીની કોઈ પણ ટુર્નામેન્ટ જીતી શકે છે : લારા
વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કૅપ્ટન બ્રાયન લારા કહે છે કે વિરાટ કોહલીની ટીમ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલની કોઈ પણ ટુર્નામેન્ટ જીતી શકે છે. થોડા દિવસ અગાઉ તેનો ૪૦૦ રનનો રેકૉર્ડ ડેવિડ વૉર્નર તોડતાં-તોડતાં રહી ગયો હતો. લારાને લાગે છે કે વૉર્નર, વિરાટ કોહલી અને રોહિત શર્મા મારો આ રેકૉર્ડ તોડી શકે છે. આ વિશે વધુ જણાવતાં લારાએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે ઇન્ડિયા જે પણ ટુર્નામેન્ટ રમે એ જીતી શકે છે. મને લાગે છે કે વિરાટ કોહલી અને તેની ટીમ એટલે કે ઇન્ડિયાની ટીમને દરેક વ્યક્તિ ટાર્ગેટ કરે છે અને એ માટે તેમનાં વખાણ કરવાં રહ્યાં. દરેક વ્યક્તિ જાણે છે કે ઇન્ડિયા સામેની મૅચ કેટલી ઇમ્પોર્ટન્ટ રહેશે, પછી એ ક્વૉર્ટર ફાઇનલ હોય, સેમી ફાઇનલ હોય કે ફાઇનલ કેમ ન હોય.’