° °

આજનું ઇ-પેપર
Friday, 18 June, 2021


શકિબુલ હરાજીમાં બે કરોડ રૂપિયામાં વેચાયો

22 December, 2012 10:58 AM IST |

શકિબુલ હરાજીમાં બે કરોડ રૂપિયામાં વેચાયો

શકિબુલ હરાજીમાં બે કરોડ રૂપિયામાં વેચાયો
ઢાકા: આવતા વર્ષની બીપીએલ (બંગલા દેશ પ્રીમિયર લીગ) માટે વિશ્વનો નંબર ટૂ ઑલરાઉન્ડર શકિબુલ હસન ઢાકા ગ્લૅડિયેટર્સ નામની ટીમ દ્વારા રસાકસીભરી હરાજી બાદ ૩,૬૫,૦૦૦ ડૉલર (અંદાજે બે કરોડ રૂપિયા)માં ખરીદવામાં આવ્યો હતો. જોકે સ્પર્ધાનો નિયમ એવો છે કે દરેક પ્લેયર માટે ૭૫,૦૦૦ ડૉલર (૪૧ લાખ રૂપિયા)ની ટોચમર્યાદા રાખવામાં આવી છે અને જે પ્લેયર એ ટોચમર્યાદા કરતાં વધુ ભાવે વેચાય તો એ ઉપરની રકમના માત્ર ૩૦ ટકા એ પ્લેયરને મળે અને બાકીની રકમમાંથી ૬૦ ટકા હિસ્સો બંગલા દેશ ક્રિકેટ બોર્ડને તથા ૧૦ ટકા ભાગ ટુર્નામેન્ટની ઇવેન્ટ-મૅનેજમેન્ટ કંપની ગેમ ઑન સ્પોર્ટ્સને મળે.

શકિબુલ બે કરોડ રૂપિયામાં વેચાયો હતો, પરંતુ વિચિત્ર હિસાબ-કિતાબ મુજબ તેના ભાગમાં માત્ર ૧,૬૫,૦૦૦ ડૉલર (૯૦ લાખ રૂપિયા) આવશે. આ રકમ એક વર્ષના કૉન્ટ્રૅક્ટની છે. બીજા ઘણા પ્લેયરો સાથે પણ આવું બન્યું હતું.

22 December, 2012 10:58 AM IST |

અન્ય લેખો

ક્રિકેટ

આજથી ટેસ્ટમાં ટક્કર : આક્રમક વિરાટની ધમાકેદાર ફોજ સામે ચપળ વિલિયમસનની કસોટી

ટેસ્ટ-ક્રિકેટનાં ૧૪૪ વર્ષના ઇતિહાસમાં અત્યંત રોમાંચક, રસાકસીભરી, અણધાર્યાં પરિણામો આપનારી અને અપસેટ સર્જનારી ઘણી ટેસ્ટ-મૅચો રમાઈ ગઈ છે, પરંતુ આજે (ભારતીય સમય મુજબ બપોરે ૩.૦૦ વાગ્યાથી) ઇંગ્લૅન્ડના સધમ્પ્ટનમાં જે ટેસ્ટ-મૅચ શરૂ થવા જઈ રહી છે એ ઐતિહાસિક

18 June, 2021 02:56 IST | England | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

હરીફ બૅટ્સમેનના વિડિયો જોઈને મૅચની તૈયારી કરશે રાશિદ ખાન

વર્લ્ડ નંબર વન ટી૨૦ બોલર અફઘાનિસ્તાનના રાશિદ ખાને તાજેતરમાં તેણે દરેક મૅચમાં બૅટ્સમેનોને ભયભીય કરવાની તેની સફળતાના સીક્રેટ વિશે જણાવ્યું હતું.

17 June, 2021 03:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ફાઇનલ પહેલાં થઈ વિરાટની ચડતી, વિલિયમસનની પડતી

આવતી કાલથી ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમમાં શરૂ થનારી ટેસ્ટની ફાઇનલ પહેલાં ભારતના કૅપ્ટન વિરાટ કોહલીને ગુડ ન્યૂઝ મળ્યા છે, જ્યારે ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસનને એક બૅડ ન્યુઝ મળ્યા છે

17 June, 2021 02:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK