° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


એનસીએમાં ઇશાન્તે શરૂ કરી બોલિંગ-પ્રૅક્ટિસ

20 November, 2020 02:59 PM IST | Bangaluru | IANS

એનસીએમાં ઇશાન્તે શરૂ કરી બોલિંગ-પ્રૅક્ટિસ

 ઇશાન્ત શર્મા

ઇશાન્ત શર્મા

ઇન્ડિયન ક્રિકેટ ટીમના પેસર ઇશાન્ત શર્મા જે નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)માં રીહૅબિલિટેશન અંતર્ગત છે તેણે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પોતાની રેગ્યુલર બોલિંગ પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની તૈયારી કરતી વખતે ૭ ઑક્ટોબરે ટ્રેઇનિંગ-સેશન દરમિયાન તે ઈજા પામ્યો હતો જેને લીધે તે પોતાની ફ્રૅન્ચાઇઝી દિલ્હી માટે માત્ર એક જ મૅચ રમી શક્યો હતો. ટ્રેઇનિંગ સેશન દરમ્યાન તેને ડાબી બાજુની પાંસળીમાં દુખાવો શરૂ થયો હતો.
ઇશાન્તે ઇન્ડિયન અન્ડર-19 ટીમના હેડ કોચ અને ભૂતપૂર્વ ફાસ્ટ બોલર પારસ મ્હામ્બ્રેની દેખરેખમાં બોલિંગ-પ્રૅક્ટિસ કરી હતી. જો ઇશાન્તને ફિટ જાહેર કરવામાં આવશે તો ઑસ્ટ્રેલિયાની ટૂર પહેલાં ભારત માટે એ સારા સમાચાર સાબિત થઈ શકશે અને તે ઑસ્ટ્રેલિયાની ટૂર પર જઈ શકશે. સામા પક્ષે વિકેટકીપર-બૅટ્સમૅન વૃદ્ધિમાન સહાએ પણ ઈજામાંથી સાજા થયા બાદ પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે.

20 November, 2020 02:59 PM IST | Bangaluru | IANS

અન્ય લેખો

ક્રિકેટ

સ્નેહ રાણાની ઇનિંગ્સને લીધે મહિલા ટીમે મૅચ ડ્રૉ કરી

એકમાત્ર ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ સામે ફૉલોઑન બાદ બીજી ઇનિંગ્સમાં આપી જોરદાર લડત

20 June, 2021 10:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

કોહલી આઉટ હતો કે નહીં? અમ્પાયરે જ લીધો રિવ્યુ

અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થે લેગ અમ્પાયર સાથે વાત કરી ત્યાર બાદ અમ્પાયર રિવ્યુ લેવાનો નિર્ણય લે છે. તેઓ વિકેટકીપરે સરખી રીતે કૅચ પકડ્યો હતો કે નહીં એ સંદર્ભે શંકાસ્પદ હોય છે. 

20 June, 2021 10:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ખરાબ શરૂઆત બાદ કોહલી અને રહાણેએ બાજી સંભાળી લીધી

પહેલા સેશનની સરખામણીમાં ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગ કરતાં બૅટ્સમેનોને સહેલાઈથી રન કરવા નહોતા દીધા. કોહલીએ પણ ડ્યુક બૉલનું સન્માન કરતાં કોલિન ડી ગ્રૅન્ડહોમની ત્રણ ઓવર મેઇડન કાઢી હતી.

20 June, 2021 10:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK